પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મુરખરાજ

અને

તેના બે ભાઇઓની વાત.

પ્રકરણ ૧ લું


એક સમયે કોઇ એક દેશમાં એક પૈસાદાર ખેડુત રહેતો હતો. તને ત્રણ દીકરા હતા. તેમાંના એકનું નામ મુરખરાજ, બીજાનું નામ ધનવંતરી અને ત્રીજાનું નામ સમશેર બહાદુર હતું, તને મોંઘી કરીને એક દીકરી હતી. તે બહેરી અને મુંગી હતી. બાઇ મોંઘી હંમેશાં કુંવારી રહી હતી. સમશેર બહાદુર લડાઇઓમાં તે રાજાની ચાકરી કરવા જતો, ધનવંતરી વેપારમાં ગુંથાયેલો, અને મુરખરાજ પોતાની બહેનની સાથે ઘેરજ રહ્યો. તે ખેતરમાં કામ કરતો અને કામમાં ને કામમાં તેની પીઠ પણ વળી ગયેલી હતી.

સમશેર બહાદુર લડાઇમાં એક્કો હાવાથી, દરજ્જામાં ચઢ્યો, અને તેણે પૈસો પણ ઠીક એકઠો કર્યો, તે એક મહોટા ગૃહસ્થની છોકરીને પરણ્યો. જો કે તેનો પગાર મહોટો હતો, અને તેણે જાગીરો પણ ઠીક લીધેલી હતી, તે છતાં ઉધાર પાસ હંમેશાં વધી જતી હતી, ધણી જે કમાતો તેના કરતાં તેની ઓરત વધારે પૈસો ઉડાવતી, તેથી હંમેશાં આ કુટુંબને પઈસાની ભીડ રહેતી. આમ થવાથી સમશેર