પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
માહાત્માજીની વાતો.

બહાદુર પોતાની જાગીરની આવક ઉઘરાવવા નીકળ્યો, ત્યારે તેના વહીવટદારે જવાબ દીધો “ભાઇ સાહેબ, આપણને આવક જોગું કંઈ રહ્યું નથી. આપણને નથી ઢોર, નથી હથીઆર, નથી ઘોડા, કે ગાય, હળ સરખુંએ નથી. જો આ બધુ અખવો તો આપણને આવક થાય ખરી.”

આ સાંભળી સમશેરખહાદુર પોતાના બાપની પાસે ગયો, અને કહ્યું: બાપા, તમારી પાસે ધન ઠીક છે. મને તેનો લાભ હજી સુધી મળ્યો નથી. તેમાંથી ત્રીજો હીસ્સો મને મળે તો હું મારી જાગીરમાં સુધારો કરૂં.” ડાસો બોલ્યો, “તુ કરમી દીકરો જણાય છે. મારા ઘરમાં તો તું એક ફુટી બદામે નથી લાવ્યો. તો પછી તારો ભાગ તને શાને મળે ? તું એટલો વિચાર પણ નથી કરતો કે તને હું કાંઈ આપુ તો પેલા મુર્ખ અને મોંઘીને અન્યાય થાય.” સમશેરબહાદુર બોલ્યો: “બાપા તમે એમ શું કહો છો? મુર્ખો તો નામ તેવા ગુણ ધરાવે છે, અને મોંઘી તો કુંવારીને કુંવારી હવે બહુ મોટી થવા આવી. વળી બ્હેરી અને મુંગી. આ બેને તો કેટલોક પૈઇસો જોઇએ ?”

બુઢો બોલ્યો: “ઠીક છે ત્યારે આપણે મુર્ખાને પુછીએ.” પુછપરછ થતાં મુરખરાજ બોલ્યો “સમશેરહાદુર ઠીક કહે છે ભલે એને હીસ્સો આપો.” એટલે સમશેરબહાદુર બાપની મીલ્કતમાંથી પોતાનો હીસ્સો લઇ ગયો, અને પાછી બાદશાહની નોકરી શરૂ કરી.

ધનવંતરીએ પણ વેપાર તો ઠીક જમાવેલો, પણ તેને વહુ મળેલી એ મોંઘી પડી. એક કોરથી ધનવંતરી કમાય, અને બીજી તરફથી તેની વહુ મોજશોખમાં અને વટવહેવારમાં કમાણી કરતાં વધારે વાપરે તેથી ધનવંતરી પણ તેનાબાપની પાસે ગયો અને સમશેરબહાદુરની જેમ પોતાના હિસ્સાની માંગણી કરી.

બુઢ્ઢાએ જવાબ આપ્યો: “દીકરા તું ઘરમાં તો કાંઇ લાવ્યો નથી. તારા ભાઇ મુર્ખાએ મહેનત કરી કરીને તેનો બરડોએ ભાંગી નાંખ્યો છે. તને આપીને હું મુર્ખાને અને મોંઘીને કેમ ગેરઇન્સાફ આપું?”