પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
માહાત્માજીની વાતો.

ઉઠી: “મુર્ખો તો પસીનાથી ભીંજાઈ રહ્યો છે. તેની પડખે બેસી આપણે કેમ જમીએ? તેથી ધન્વંતરીએ મુર્ખાને બહાર જઇ ખાવા કહ્યું.

મુર્ખો કહે “એ બહુ ઠીક વાત છે, મારે હજી બહુ કામ પણ છે.” એમ બોલી થોડા રોટલા લઇ બહાર ગયો.


પ્રકરણ ૫ મું.


ધન્વંતરીવાળો ગુલામ પણ છુટો થવાથી કરાર પ્રમાણે પોતાના ભાઇબન્ધને મદદ કરવા આવી પહોંચ્યો. ખેતરપર આવતાં અને શોધ કરતાં તેણે તો કોઈને નહીં જોયા. માત્ર એક ખાડોજ જોયો. તેથી તે વીડીમાં ગયો, ત્યાં જોયું તો ભેજવાળી જગ્યામાં પુંછડી જોઇ, અને જ્યાં બાજરીનાં ડુંડાં હતાં ત્યાં બીજો ખાડો જોયો. તેણે મનમાં વિચાર્યું મારા ભાઈબંધોને કંઈ પણ નુકસાની પહોંચી છે એમાં તો શક નથી, મારે હવે તેઓની જગ્યા લેવી જોઈએ. જોઉં કે હું મુર્ખરાજને ભગાવી શકું છું કે નહીં ?”

હવે આ ગુલામ મુર્ખરાજને શોધવા ગયો. મુર્ખરાજે ઘણાં ઠેકાણાં સર કર્યા હતા, અને હવે તે ઝાડ કાપતો હતો. બે ભાઈઓ તેની સાથે રહેતા હતા, તેને ઘરમાં સંકડાશ લાગતી હતી તેથી ઝાડો કાપીને આ ઘર બનાવવાનું તેઓએ મુર્ખાને કહ્યું હતું. ગુલામ ઝાડો તરફ આવ્યો અને ડાળીઓમાં ભરાઈ ગયો, અને મુર્ખાના કામમાં વિઘ્ન નાંખવા શરૂ કર્યો. મુર્ખાએ એક ઝાડનું થડ તળેથી એવી રીતે કાપ્યુ કે તે ક્યાએ ગુચરાયા વના ખાલી જમીન પર પડે, પણ ગુલામની કરામતથી તેમ નહીં પડતાં એ તો બીજા ઝાડોના ડાંખળીમાં ભરાયુ. મુરખે એક વાંસ કાપ્યો કે જે વતી તે થડને જમીન ઉપર લાવી શકે અને કેટલીક મુશ્કેલી વેઠ્યા પછી પોતાની મહેનત