પૃષ્ઠ:Meghsandesh.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩
પૂર્વમેઘ

૨૨

તે વીરાએ સૌંપ અસિ કે શત્રુ એવાં ન કાઈ,
શાંતિશત્રે પણ લડી રહ્યા આત્મશક્તિ ધરીને;
હિંસાના તે નહિ મનમહીં તેમનાં અંશ દીસે,
બ્રિટિશાનાં હ્દય થડકે તેાય જાણું ન શાથી.

૨૨

દેવીએ ત્યાં કુલીન ધરની કેસરી વસ્ત્ર ધારી,
મુક્તિ કેરા સમરની મહીં ભેગ આપી રહી છે;
જેની સેવા તણી જગતમાં થાય ભારી પ્રશંસા,
તેને વંદી સફળ કરજે છંદગી મેધ તારી.

૨૨

જે જે સત્યાગ્રહસમરમાં વીર કાર્ય ધવાયા,
તે માટે નજીક ઢીપતી રમ્ય છે હાષિતાલ;
તે નિહાળી પછી વિચરજે આખી મુંબાપુરીમાં
નિર્દોષીનાં રૂધિર થકી છે જેની ભૂમિ રંગાઇ.