પૃષ્ઠ:Meghsandesh.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫
ઉત્તરમેઘ

૧૨

આત્મા તેનો અજિત તદપિ છે સદાય સ્વતંત્ર,
ગાંધીજીની પ્રસરતી બધી ભાવનાઓ પ્રજામાં;
કારાવાસી ભીષણ દીસતા ગાંધીજી તો વધારે,
એના માટે જગત સઘળું રાખતું પૂજ્યભાવ

૧૩

આજે જાગ્યા ભરતભૂમિનાં સર્વ સંતાન તેથી,
આજે શૂરા બહુ જન થયા તે તણા ઉપદેશે;
લાઠીઓ કે મશિનગનની ભીતિ આજે ટળી છે,
મૃત્યુ કેરો ભય ન દીસતો હિન્દવાસીજનામાં.

૧૪

તૈયારી બહુસમયની ટાળવાને ગુલામી,
સર્વે લૉકા ઉલટથી કરે વેણ તેનાં સુણીને
આઝાદી તો અમ જનમનો છે અધિકાર નક્કી,
એવી આજે જનહૃદયમાં ભાવનાઓ સ્ફુરી છે.