પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૪૭
 

તોળી કહે,

સ્વાંતી નક્ષત્રે મેહુલા વરસિયા
એની નીપજે લેજો ગોતી
મારા વીરા રે

વશિયલને અંગે વખડાં નીપજે
છીપ-મુખ નીપજે સાચાં મોતી
મારા વીરા રે !

તોળી કહે,

સાધુને ઘેર સતગુરુ પ્રોણલા
એની શી શી વગત્યું કીજે ?
અંગના ઓશીકાં, દલનાં બેસણાં
પગ ધોઈ પાહોળ લીજે
મારા વીરા રે !

તોળી કહે,

મનના માનેલા મુનિવર જો મળે
દલડાની ગુંજ્યું કીજે;
જાડેજાને ઘરે તોરલ બોલિયાં,
લા'વ તો સવાયો લીજે
મારા વીરા રે !

[અર્થ : મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે જેના રદિયામાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર.

ઓ મારા વીરાઓ ! આવો, ભાવથી સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો.

સત્યની શોધમાં તમે નકામા ઉજાગરા – ઊંડા તત્ત્વાન્વેષણના – શા માટે કરો છો ઓ ભાઈઓ? નયનથી નીરખી તો જુઓ ! નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો ?