પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
પુરાતન જ્યોત
 જેસલને ઘેરે કાંઈ કામ,
અમને વળાવી પીર પાછા વળ્યા એ જી.
પૂછું હવે પંડિત વીર,
જ્યોતું રે ઝાંખી આજ કેમ બળે એ જી.
સતી તમે જાણુસુજાણ,
સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એ જી..
સતીએ સોનૈયો મેલ્યો પાટ
મોતીડે અલખ વધાવિયા એ જી.
દીપૈયા વેલડિયું શણગાર,
દન ઊગે અંજાર પૂગિયે એ જી.
ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ.
ઝાંખાં રે દીસે મંદિર માળિયાં એ જી.
પૂછું તને ગોવાળીડા વીર,
જેસલને સમાણાં કેટલાં દન હુવા એ જી.
સતી તમે જાણુસુજાણ,
જેસલને સમાણાં ત્રણ દન હુવા એ જી.
ઝાંખી દીસે ચોરાની ચોપાટ,
ઝાંખો રે દીસે જેસલનો ડાયરો એ જી.
ધરતી માતા દિયો હવે માગ,
અમારે જેસલને છેટાં પડે રે જી.
સાધુ ચાલ્યા કાશી ને કેદાર.
સતીએ ગાયો હરિનો ઝૂલણો રે જી.

[અર્થ: બીજનો દિવસ અને શનિવારઃ એના ઉત્સવમાં જવા માટે વાયક (નિમંત્રણ) આવ્યાં. એ ભાઈ સારથિ દીપૈયા ! વેલ્યને શણગાર. રાતેરાત પહોંચવું જોશે. દિવસ ઊગતાં જ મંડપમાં પહોંચી જઈએ. (પણ મારવાડ દેશ દૂર હતું, રાતે પહોંચાયું. શહેરના દરવાજા બંધ હતા.) હે ભાઈ દરવાન, દરવાજા ઉધાડ. દરવાન કહે કે કૂંચી તે રાજદરબારમાં છે. તાળાં તો