આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(અનુષ્ટુપ) વસી છે શક્તિ તારામાં યથેચ્છ તે તું વાપરે; | |
એને તો એવી સમસ્યાઓની રમત કરવાની ટેવ છે, એનો ઉત્તર એ નીચે જ આમ લખી આપું છું (બોલીને લખે છે)
(અનુષ્ટુપ) 'રાઈ' ને 'જાલકા' એ તો બાજીનાં સહુ સોકઠાં; | |
આ કાગળ પાછો છાનોમાનો એના ગજવામાં મૂકી દેજો. (કાગળ આપે છે.) હવે તમે કિસલવાડીમાં જઈ રાઈને આજ રાત્રે નીકળવા માટે તૈયાર કરો. મહેલમાં જઈ આવી પછા ફરો ત્યારે મને વૃત્તાન્ત કહી જજો.
[બન્ને જાય છે] |
સ્થળ : કનકપુરનો રાજમાર્ગ.
[રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]
રાઈ : | શીતલસિંહ આપણે ક્યાં જઈએ છીએ ? |
શીતલસિંહ : | પ્રભાપુંજ મહેલમાં. |
રાઈ : | મહેલ કરતાં નગરમાં મને વધારે આનંદ થાય છે. |
શીતલસિંહ : | નગરના મુખ્ય મુખ્યભાગ આપે જોયા છે તે બસ છે, પણ મહેલના તો એકએક ખૂણાની આપને માહિતી મળવી જોઈયે. |
રાઈ : | મહેલમાં મારે શું જોવાનું બાકી છે ? |
શીતલસિંહ : | રાણીનો આવાસ. |
રાઈ : | રાણીનો ? કઈ રાણીનો? |
અંક ચોથો
૭૩