પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬
રાસચંદ્રિકા
 



પંખીડું!

♦ ગરબી*[૧]. ♦


કૂવામાંનાં પાણી આવે હવાડાની માંય,
મારાં હૈડાંનાં હેત એવાં આંખે છલકાય :
સખી ! પંખીડું કો બોલે મારે બારણે રે લોલ. ૧

ઊંચી નીચી વાદળી ને વીજળીના ખેલ,
એવી ઝબૂકે છે આશા મારા મનડાને મહેલ :
સખી ! પંખીડું કો પલકે મારે બારણે રે લોલ. ૨

અંધારિયા આંગણામાં ચાંદનીના ચોક,
એવાં ફૂલડાં વેરાય મારાઆતમાને ગોખ :
સખી ! પંખીડું કો ઝૂકે મારે બારણે રે લોલ. ૩

નીલે નીલે આભે રેલે કાળા ધોળા મેઘ,
મારી નિંદર રેલાય એવા સોણલાંના વેગ :
સખી ! પંખીડું કો ખેલે મારે બારણે રે લોલ. ૪


  1. ** * આ ગરબી નવી રચી છે. રાગ જીલ્લો - તાર કેરબો.