પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રણયરંગ
૧૭૫
 



વહાલની વેણું

♦ પ્રગટ્યા શ્રીકૃષ્ણ મનબાવતા રે લોલ ♦


વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ !
વેણુ વાગી ને જાગી જ્યોત જો:
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ !

તારલાના સંગમાં હું નાચતી રે લોલ,
ચંદ્રને ત્યાં આવ્યો શો ઉદ્યોત જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ. ૧

રમતી જેવી હું બાળબાગમાં રે લોલ,
હતાં મારાં દિવ્ય મધુગાન જો:
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ.

નવલરસ હિંડોળે હવે હીંચવા રે લોલ,
ક્યાંથી આ વેણુ પડી કાન જો?
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ. ૨