પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૬
રાસચંદ્રિકા
 


વહાલો નચાવે ઉર વેણુંમાં રે લોલ,
સાથે નચાવે હીરા નેણ જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ.

હેઇયું ડોલાવે મારું રાંકડું રે લોલ,
વહાલાની વેણુંના મોહનવેણ જો:
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ. ૩

વેણું વગાડે ધીરી વીરલી રે લોલ,
ધીરીને કરે વીલી અધીર જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ.

વેણુ ઝરે છે સુધાઝરણમાં રે લોલ:
નયન મારામ્ નીતરે નેહનાં નીર જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ. ૪

વહાલા ! વગાડ વેણુ વહાલથી રે લોલ:
વેણુનો પ્રાણ બની ગાઉં જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ.

અંતરનાં ગાન ઊંડા ઝીલવા રે લોલ,
વહાલાની વેણુ ક્યારે થાઉં જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ ! ૫