લખાણ પર જાઓ

પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૧૯
 



પ્રેમદાન

♦ અમે રે સાથે શું રાજ ! માયા ઉતારી ♦


ધોમ ધખેને ધરણી તરસે,
ધમધમ મેહુલો વરસે:
⁠વહાલમજી !
⁠એવાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ? ⁠૧

મુખડાના મોહ ને દિલડાના દાવા,
આખરે છે હૈયું ઠગાવા:
⁠વહાલમજી !
⁠સાચાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ? ૨

નયન નયનમાં પ્રતિમા પલકે,
હૈડે પરમરસ છલકે :
⁠વહાલમજી !
⁠મોંઘા તે પ્રેમદાન દેશોજી ક્યારે ? ૩

ખેલું જગાડી અંધારને ભડકે,
વીજળીશું વાદળને પડખે:
⁠વહાલમજી !
⁠શૂરાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ? ૪