પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૨૩
 


ધમધમતી ચાલમાં રે કે ધરણી ધ્રૂજે, વહાલમજી,
ગડગડતો જાને કો મેઘ વ્યોમમાં ઝૂઝે, વહાલમજી;
જુલમો જગતના રે કે પાયે એમ ચાંપો, વહાલમજી,
વરસીને વર્ષાનો વેગ, આશિષ આપો, વહાલમજી. ૧૦

વાંકડલી મૂછ પર રે કે લિંબુ ઠારતાં, વહાલમજી,
વીરત્વ પ્રાણનાં એ હોઠ ટેક અડગ ધરતાં, વહાલમજી;
અધરે વિરાજતી તે કે સત્યની લાલી, વહાલમજી,
વીરની છે પૂંજી એ મોટ, વીરને જ વહાલી, વહાલમજી. ૧૧

મુખડાના હાસ્યમાં રે કે ભાગ્ય જોઉં મારું, વહાલમજી,
સો સો ઉઘડતાં પ્રભાત આંખમાં ઉતારું, વહાલમજી;
સાત સાત જન્મનાં રે કે દુઃખ મારાં ભૂલું, વહાલમજી,
એવી સદા રાખો રળિયાત, હાસ્યઝૂલે ઝૂલું, વહાલમજી! ૧૨

અણિયાળી આંખમાં રે કે તરે અમીબિન્દુ, વહાલમજી,
ઠારે કંઇ જગતના તાપ, રહેમના એ સિન્ધુ, વહાલમજી;
નિરખું એ નેણમાં રે કે અનબોલી વાતો, વહાલમજી,
મારાં તો ભાગ્યની એ ખાપ, વિધિપોથી કાં તો, વહાલમજી. ૧૩


બાહુ કેરા બળમામ્ રે કે ઊછળે મોજાં, વહાલમજી,
ઘૂમી રણાંગણે શૂર, યુદ્ધ કમિ યોજ્યાં, વહાલમજી;
હું તો ભવરણમાં રે કે પિયુની સંગાથી, વહાલમજી,
રાખશો કદાપિ નવ દૂર, જીવનનો સાથી, વહાલમજી. ૧૪