લખાણ પર જાઓ

પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંસારવિષાદ
૨૪૩
 



સુખનાં સંભારણાં

♦ પાલવડો મારો મેલો, મોહનજી. ♦


સુખનાં સંભારણાં સળકે, સાહેલડી !
⁠અંતરની આંખ મારાં આંસુ ધુએ;
મનના મહેરામણ છલકે, સાહેલડી !
⁠અંધી ચોમાસાની લીલું જુએ ! —
⁠સુખનાં સંભારણાં₀ ⁠૧

ચંદનીની પાંદડીઓ પડતી સરોવરે,
⁠પાણીડાં પળપળી ઝળતાં હસે;
આજે અમાસની રાતે, સાહેલડી !
⁠હૈયાનું સરોવર શેણે લસે ?
⁠સુખનાં સંભારણાં₀ ૨

સંધ્યાનાં કુસુમલ કિરણે સોહાગણી
⁠ઊઘડે ચંબેલીની કળીએ કળી;
મારે તો સંધ્યાનાં સોણાં, સાહેલડી !
⁠દિલની કળીઓ મારી ઝૂમે ઢળી !
⁠સુખનાં સંભારણાં₀ ૩