પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૦
રાસચંદ્રિકા
 



શું બોલું

♦ ક્યા માગું રે મૈં ક્યા માગું ♦


શું બોલું, મૈયા ! શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ? —

સાતે સાગર તરીને આવ્યો જે જોદ્ધો,
કાંઠે ડૂબે તે અહીંયાં શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ?

ઈંદ્રધનુષ્ય પાંખો ખોલે ન ખોલે,
ઊડે સૌંદર્ય તહીં, હા ! શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ?

સંધ્યાની કીકી જરા પલકે ને પલકે,
મીંચે અંધાર જ ઈ આ, શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ?

તાપે તૃષાતુર આવી હંસી તળાવે,
નીર રહ્યાં ત્યાં નહીં, હા ! શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ?