પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨
રાસચંદ્રિકા
 


આજે મૂર્ત બન્યાં છે સર્વ સ્વર્ગનાં સ્વપ્નાં રે,
પૃથ્વી પલકે છે પાંદડે ખર્વ તેજે તપનાં રે;
આજે વિશ્વવીનાના તાર વિભુ ફરી તાણે રે,
એના તારે તારે રણકાર અજબ કો આણે રે :

સુંદરતાનાં, સ્નેહનાં, અંજન જગ અંજાય;
કિરણે કિરણે દેહના ઝબકે ચિરયૌઅવનની ઝાંય;
–વનમાં જનમાં રે :
આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે. ૩

આવો આવો, ઓ રસના સંત ! હસતા આવો રે,
જગઝૂલતી આ અમરવસંત ઉર પધરાવો રે !
વિભુ ઉભો રહી રસઘાટ બંસી બજાવે રે,
એના ઊડતા આનંદ વિરાટ ઝીલજો ભાવ રે !

ક્યાં નંદનવન નાથનાં,ક્યાં જનજીવન શૂન્ય ?
નિત્યવસંતના સાથમાં ખીલજો પુષ્પસમાં તમ પુણ્ય !
–વનમાં જનમાં રે :
આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે. ૪