એવી રીતે પ્રારંભ કરી નિદ્રાના કોઇ ‘નીલ સમદર’માં નાની બ્હેન મુસાફરીએ ગાતાં હોવાની સુગમ્ય કલ્પના ગોઠવી શકાઈ [ પાનું ૭: નીંદરભરી ]
૨. કેટલાંક લોકગીતો બાલ–ગીતો બનવા માટે યોગ્ય ઢાળ ને તાલમાં ગવાતાં હોય, શરૂની બે પંક્તિઓ બાલકોનું મન હરી લે તેવી હોય, પણ પછી એમાં હીન અભિરૂચી વાળી પંક્તિઓ આવે જેમ કે –
પાળે ઘૂમે પારેવડાં પારેવાં લ્યો
મઢીએ ઘૂમે મોર, માના જનમ્યા ! પારેવાં લ્યો.
મેં વીરાજી વારીયા પારેવાં લ્યો,
ઇ ઢેફલીમાં શું મોર્યો માના જનમ્યા, પારેવાં લ્યો.
વગેરે વગેરે
આંહી પારેવાંની આખી રમ્ય કલ્પના ધુળ મળી ગઇ. પરંતુ તેટલા કારણે આપણાથી એ ગીત, એ ઢાળ ને એ ચિત્રનું મૃત્યુ કેમ થવા દેવાય? આપણે એને સંસ્કારથી વિભૂષિત કરીએ. પારેવા પંખીનું જ એક આલેખન અજમાવીએ:
પાળે ઘૂમે પારેવડાં પારેવાં લ્યો,
ટોડલે ઘૂમે મોર, માના જનમ્યા ! પારેવાં લ્યો !
પાંચ ધોળાં પાંચ વાદળી, પારેવાં લ્યો,
આંખડી રાતી ચોળ, માના જનમ્યા ! પારેવાં લ્યો !
આંગણલે પગ પાડતાં પારેવાં લ્યો !
ધૂળમાં ગુંથે ફુલ, માના જનમ્યા, પારેવાં લ્યો !