બાપુનાં પારણાં/છેલ્લી સલામ
← પરાજિતનું ગાન | બાપુનાં પારણાં છેલ્લી સલામ ઝવેરચંદ મેઘાણી ૧૯૪૩ |
તારાં પાતકને સંભાર → |
'ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા સત રે ગોપીચંદ,
પિયા ! પરદેશે ન જોના હો જી !
એ રે રોજ અમને નીંદરા ન આવે ને
મારે મન રાજ ન ભાવે હો જી –' એ ભજનનો.
સો સો રે સલામું મારાં ભાંડુડાને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો જી !
મળાયું ન તેને સૌને માફમાફ કે'જો ને
રુદિયામાં રાખી અમને રે'જો હો જી.
ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું તો યે, ૫
પૂરાં જેનાં પ્રાછત કદી યે જડશે ન જી,
એવા પાપદાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે ન જી!
– સો સો રે સલામું૦
[૧] કીધાં ખાખ ખાંડવ વનને પાંડુ તણા પુત્રે તે દી'
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો જી, ૧૦
આદુનાં નિવાસી એ તે આ રે આર્યભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે લુંટાણાં હો જી,
– સો સો રે સલામું૦
[૨] રધુપતિ રામ મારા રુદાનો વિસામો-એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હોજી,
- ↑ ૧.૧. અર્જુને ખંડવ વન સળગાવીને સર્પોને નહિ પણ નાગ નામની અનાર્ય માનવજાતિને ભસ્મીભૂત કરી હતી : કેવળ્ એ આદીવાસી પ્રદેશ પચાવી પાડવા માટે જ.
- ↑ ૨.૨, એક બ્રાહ્મણે આવીને રામચંદ્ર પાસે પોકાર કર્યો કે શમ્બુક નામના એક શૂદ્રે તપશ્ચર્યા માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે ! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કર્યો હતો.
પ્રભુનામ ભજતો એણે પારાધિ સંહારિયો રે ૧૫
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો જી !
– સો સો રે સલામું૦
છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં, પૃથવીનાં પેટમાં ને,
અસૂરો કહીને કાઢ્યાં વનવાસ જી;
જીવતાને કાજે જુદી નરકું બંધાવિયું ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી – ૨૦
– સો સો રે સલામું૦
[૧]સમર્થોથી સત્તા સંતો, ધુતારાની ધૂતણબાજી,
કુડિયા ગુરુની કૈં કૈં કરામાત જી;
એની તો વણાવી ધીંગી ધરમધજાઓ ને
ભાંડુ કેરે રગતે રંગી ભલી ભાત જી
– સો સો રે સલામું૦
એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં ને ૨૫
ધરમ-ધજાને ક્યારે સિંચાણાં હો જી;
રુદામાં શમાવી સરવે રુદન–પિયાલા વાલાં
- ↑ ૧.૧. આ બધા જુલમો ધર્મને નામે થઈ રહેલ છે એ ભાવાર્થ.
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો જી.
– સો સો રે સલામું૦
રથના સારથિડા સુણજો સાધુ ને ગુંસાઈ સરવે !
‘કડાકા કરે છે રથની ધરીઓ હો જી, ૩૦
જુઓ જુઓ જુગનો ભૈરવ ઊભો વાટ ખાળી આજે.
ભીતર નિહાળો, હરિ કર્યા પળિયો હો જી
– સો સો રે સલામું૦
જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો ને
ધરમ કેરાં ધારણ–કાંટા માંડે હો જી;
[૧]સતને ત્રાજવડે મારાં કલેજા ચડાવિયાં મેં, ૩પ
શીશ તો નમાવ્યું શાસન–દંડે હો જી
– સો સો રે સલામુંo
હરિ કેરાં તેડાં અમને આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો જી :
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે વાલાં !
રખે કોઈ રોકે નયણાં રડીને હો જી !
– સો સો રે સલામું૦
- ↑ ૧.૧. મહાત્માજીના શબ્દો : 'I have laid down my life in
scales of juistice.'