બાપુનાં પારણાં/પરાજિતનું ગાન
Appearance
← બાપુનો બરડો | બાપુનાં પારણાં પરાજિતનું ગાન ઝવેરચંદ મેઘાણી ૧૯૪૩ |
છેલ્લી સલામ → |
પરાજિતનું ગાન :
ગા મન, પરાજિતનું ગાન.
એકલ પરાજિતનું ગાન. ૩
પરાજિત સેનાપતિનાં
પંથ ને મેદાન સૂનાં :
શમ્યાં છે સન્માન જૂનાં :
વિજન પુરની ગલીગલીએ
તો ય ગાજે ગાન,
ઓ મન ! પરાજિતનું ગાન ! ૯
પરાજિત પાછો વળે
સજવા નવાં આયુધ,
જનેતાને સ્તનથી
પીવા અભયનાં દૂધ. ૧૩
કોણ સૂતા કોણ જાગે,
કોણ જખમી દવા માગે,
પૂછતો પ્રેમાળ રાગે
ભમે છે મહેમાન :
ગા મન ! પરાજિતનું ગાન. ૧૮
પરાજિતનો ચાંદલો : કંકુ તણો :
પરાજિતનાં છત્ર ચામર વીંઝણો :
પરાજિતના લખોમુખ યોદ્ધાગણો:
સહુ વિરામ્યાં, એક નવ વિરમો
બિરદનું ગાન !
ગા મન પરાજિતનું ગાન :
એકલ પરાજિતનું ગાન. ૨૬