બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ખેતીનો નફો !

વિકિસ્રોતમાંથી
← તાલુકાની સામાન્ય સ્થિતિ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ખેતીનો નફો !
મહાદેવભાઈ દેસાઈ
ગૂંચઉકેલ ? →



ખેતીનો નફો !

ખેતીમાંથી નફો થાય છે કે નહિ એનો નિર્ણય કરવાને માટે શો આધાર હોવો જોઈએ એ વિષે અમારો મત અમે જણાવી ગયા. એ મત પ્રમાણે અમે બધે નફાતોટાના હિસાબ આપવા લાગ્યા. દરેક ઠેકાણે જે હિસાબ આપતા હતા તે અહીં આપવાની જરૂર નથી, પણ નમૂનાની ખાતર અમે કેટલી વીગતમાં ઊતરતા હતા અને કેવી રીતે અમારા હિસાબ આપતા હતા તે અહીં જણાવવાની જરૂર છે, એ જણાવીશું એટલે બ્રૂમફીલ્ડ કમિટીના રિપોર્ટમાં અમારા આંકડા વિષે શી ટીકા થઈ છે અને તેમાં કેટલું વજૂદ છે તે પણ સમજાશે.

સરભોણ ગામમાં અમે આપેલા આંકડા આ પ્રમાણે હતા :

સરાસરી ઉત્પન્ન

એકરે ૬ા મણ કપાસ
૩૫ ડાંગર
૧૨ જુવાર
તૂવેર, મગ વગેરે કઠોળ
વાલ
૧૬૦૦ પૂળા ઘાસ

કપાસના પાકના આંકડા આ ગામમાં અમે બહુ ચોકસ એટલા કારણસર આપી શક્યા હતા કે એ ગામમાં કપાસ વેચનાર સહાયકારક મંડળ મારફતે બધો કપાસ વેચાયો હતો, અને એ મંડળને મળેલા કપાસના ચાર વર્ષના આંકડાની સરાસરી ૬ા મણની આવતી હતી. ભાવ પણ બીજા બધાં ગામો કરતાં સારો  હતો. — ૨૪ મણના રૂ. ૧૮૬ લેખે. એ જ ભાવ અમે ઉત્પન્નની કિંમત આપતાં ગણ્યો.

એક ખેડૂત પોતાની જમીન કેટલી ખેડે, ગણોતે કેટલી ખેડે, બહારગામની કેટલી ખેડે, એનો સરવાળો કાઢીને એક જોડ બળદે સરાસરી કેટલી જમીન ખેડાય છે એ અમે એ ગામને વિષે કાઢ્યું. અને તલાટીના તૂલવારી પત્રક ઉપરથી, એ એક હળે અને બળદ-જોડે ખેડાતી જમીનમાં જુદાંજુદાં તૂલોનો હિસાબ કાઢ્યો તે આ પ્રમાણે : કુલ ખેડાતી જમીન ૧૯ એકર, તેમાં ૮ એકર કપાસ, ૩ એકર જુવાર, ૨ એકર ક્યારી, ૪ એકર ઘાસ અને ૨ એકર ચરણ.

આ પ્રમાણ જણાવીને આટલી જમીન ખેડનાર ખેડૂતને સરભોણમાં કેટલી આવક ગયા વરસમાં થઈ હતી તે અમે જણાવ્યું. આમ કરતાં તણખલેતણખલું જેટલું ખેડૂતના ખેતરમાં પાકે તેની આવકનો અમે હિસાબ આપ્યો :

રૂા. આ.
૩૮૭ – ૮ કપાસ ૫૦ મણ ( રૂ ૧૮૬ ભારને ભાવે )
૭ર – ૦ જુવાર ૩૬ મણ ( મણના રૂ. ૨ )
૪ – ૮ જુવારની કડબ ૪પ૦ પૂળા ( દર સેંકડે રૂ. ૧ )
૬ – ૦ તૂવર વગેરે કઠોળ ૩ મણ (મણના રૂ. ૨ )
૯૫ – ૦ ડાંગર ૭૦ મણ ( હારાના રૂ. ૯–૮ને ભાવે)
૧૨ – ૦ વાલ ૧૨ મણ (મણના રૂ. ૧ )
૩ – ૦ દિવેલા ૧ મણ ( મણના રૂ. ૩)
૪ – ૮ જુવારના ટોલાં અને તૂવરનું ગાતર
૧૦ – ૦ ભાતના પૂળા ૨,૦૦૦ ( હજારે રૂ. ૫ )
૧૦ – ૦ વાલનું ગોતર ૧૫ મણ ( રૂપિયે ૧ાા મણ )
૬૪ – ૦ ઘાસના પૂળા ૬, ૪૦ ૦ ( હજારે રૂ. ૧૦ )
કુલ ૬૬૮ – ૮

( ચરણનો હિસાબ ન ગણ્યો, કારણ બળદની જોડને બે એકર ચરણ ચાલી રહે. ખર્ચમાં પણ ચરણનો ખર્ચ ન ગણ્યો.) હવે આટલી ઊપજ મેળવવાને માટે ખેડૂતને ખર્ચ કેટલું થાય તેના આંકડા આ પ્રમાણે આપ્યા :

રૂા. આ.
૨૧૫ – ૦ બળદજોડની ઉપર ખર્ચ
૧૫૧ – ૦ દૂબળાનું ખર્ચ
૧૮૩ – ૮ મજૂરી ( આમાં દુબળો મજૂરી કરે તે નથી ગણી,

અને ઘરનાં માણસો કરે તે રોકડ મજૂરી લેતાં હોય
એવી ગણત્રી કરી.)

૧૬ – ૮ બી
૮૧ – ૦ ખાતર
૨૪ – ૦ ખેતીનાં ઓજારોની મરામત
૧૧૦ – ૧૨ બળદ અને ખેતીનાં ઓજારો ઉપર ઘસારો અને વ્યાજ
૭૮૧ – ૧૨
૬૬૮ – ૮
૧૧૩ – ૪ ખોટ

આમ ખેડૂતને ૧૧૩ રૂપિયા ૪ આના ખોટ જાય, અને એ ઉપરાંત ધારો ભરવાનો તો ઊભો જ રહે. આ બધા ખર્ચના આંકડા કેવી રીતે ગણવામાં આવ્યા તેની વીગત પણ અહીં જ આપી દઉં છું :

સરભોણ ગામમાં જણાવેલા એક હળે ૧૯ એકરની ખેતીમાં થતા વાર્ષિક ખર્ચની વીગતઃ -

૨૧૫) ૧. બળદજોડનું આખા વર્ષનું ખર્ચ
૧૨૦) ઘાસ ૧૨,૦૦૦ પૂળા, દા. રૂા. ૧૦)
૧૫) ચોમાસામાં ગોવાળિયાના ખર્ચના
૩૦) ગોતર મ. ૬૦, દા. રૂપિયાનું બે મણ
૨૫) ગુવાર મ, ૧૧, દા. રૂા. રા
૧૨ાા ખેાળ મ, ૫, દા. રૂા. ૨ાા ૩
મીઠું મ. ૩, દા. રૂા. ૧૨)
૪ાા તેલ મ. ૦ા-૫, દા. રૂા. ૧૨)
૫)
―――
ગોળ, ધી, અજમો, કાંદા, વગેરે પરચૂરણ
૨૧૫)
ચોમાસામાં બળદને ક્યારીમાં કામ કરતાં બહુ જ મજૂરી પડે તેથી તેલ, ઘી, ગોળ વગેરે ખવડાવવામાં આવે છે.
૧૫૧) ૨. દૂબળાનું ખર્ચ
૧૧૨ાા ખોરાકી ખર્ચ તથા તમાકુ, દસ માસના રોજના
૦ા⇗ પ્રમાણે
૧૩ાા જોડા તથા કપડાં
૨૫) વરસમાં દસ માસ કામે આવે તે સિવાયના દિવસોમાં
ખોરાકી માટે ઉપાડ કરે તથા બૈરાંછોકરાંનાં કપડાં,
મહેમાનનું ખર્ચ, માંદગીનું ખર્ચ વગેરે અંગે વરસમાં
ઉપાડ કરે તેના
૧૫૧)
૧૮૩ાા ૩. ખેતીની મજુરીનું રોકડ ખર્ચ
૫૬) કપાસ એકર ૮ માં એકરે રૂા. ૭) પ્રમાણે. તેની વીગત :
૧ા દાભડો કોદાળવામાં ૬ માણસ, દા.૦ા
૦ાાા વલવામાં ૧ાા માણસ દા. ૦ા
૫)
――――
નીંદવામાં ૨૦ માણસ, દા.૦ા
૭)
૧૮ાા કપાસ વીણવાના મણ પ૦)ના, દા ૦ા⇗ મણના
૨૨ા જુવાર એકર ૩માં એકરે રૂા. ૭ાા પ્રમાણે, તેની વીગત :
૧ા દાભડો કોદાળવોમાં ૫ માણસ, દા. ૦ા
૦ાાા વલવામાં ૧ાા માણસ દા. ૦ાા
૩) નીંદવામાં ૧૨ માણસ, દા.૦ા
૨ાા
――――
ટોયાના (પંખીઓને ઉડાડનાર )
૭ાા

૪૨) ભાત (ડાંગર) તથા વાલમાં મજૂરી બે એકરની, એકરના
રૂા. ૨૧) પ્રમાણે
૧)= આંતા કરવામાં ૩ માણસ, દા. ૦ા=
૫) રોપણીમાં ૧૬ માણસે, દા. ૦ા–
૩)= નીંદામણમાં ૧૦ માણસ, દા. ૦ા=
૬ા વાઢવા તથા બાંધવામાં ૨૦ માણસ, દા. ૦ા–
૧)= ઝૂડવામાં ૩ માણસ, દા. ૦ા≡
૧ાાા વાલમાં નીંદામણ ૭ માણસ, દા. ૦ા
૧ાા વાલમાં વાઢવાના ૬ માણસ, દા. ૦ા
૧)=
―――
વાલ ઝૂડવામાં ૩ માણસ, દા. ૦ા≡
૨૧)
૧૦) વાડના
૨ા ૬ એકર ઘાસિયા જમીનમાં છૂંપલાં ખોદવા તથા કાંટા
વીણવામાં એકરે ૧ માણસ, દા. ૦ા=
૩૨)
―――
ઘાસકટાઈ ૬,૪૦૦ પૂળાના, દા. રૂા. ૫) હજારના
૧૮રાા
૧૬ાા ૪. બીજું ખર્ચ)
૪ાા કપાસિયા એક શેર ૧૬×૮૦=મણ ૩-૮, દા, ૧ાા
૨) જુવાર તથા કઠોળ મણ ૧, ત્રણ એકરમાં
૬) ભાત મણ ૪ એકરે ૨ મણ, દા. ૧)
૩) વાલ મણ ૩) એકરે ૧ાા મણ, દા. ૧)
૦ાાા દિવેલા મણ બે એકરે શેર ૫), દા. ૩)
―――
૧૬ાા
૮૧) ૫. ખાતર
૪૮) ક્યારી ૨ એકરમાં ૪૮ ગાલ, દા. ૧).
૩૩) જરાયતમાં દર વરસે સરેરાશ ૩ ગાલ્લી પ્રમાણે કુલ
૩૩ ગાલ્લી, દા, ૧)
―――
૮૧)
૨૪) ૬. ગાલ્લી તથા ઓજારોની સમરામણી
૧૦) સુતાર તથા લુહારને મજૂરી

૪) આંક નંગ ૨
૨) લોઢું
૩ાા નાડી, નામણ, જોતર
૪ાા
―――
દિવેલ મણ ૦ાા
૨૪)
૧૧૦ાાા ૭. બળદ, ગાલ્લી, દૂબળો, હળ, લાકડાં, વગેરેનો
ઘસાચારો તથા વ્યાજ
૪૦) બળદજોડનો ઘસારો, એક જોડ ૭ વરસ કામ આપે તે
હિસાબે
૧૩ાા રૂા. ૩૦૦)નું કાપતું વ્યાજ
૧૦) ગાલ્લી રૂા. ૧પ૦)ની ૧૫ વરસ ચાલે
૬ાાા રૂા. ૧૫૦)નું કાપતું વ્યાજ
૧૭) ઓજારોનો ધસારો
૪ાા રૂા. ૧૦૦)નું કાપતું વ્યાજ
૧૦) દુબળાનો ઘસારો રૂા. ૨૦૦)ની કિંમતનો ૨૦ વરસ કામ
આપે
૯)
――――
રૂા. ૨૦૦)નું કાપતું વ્યાજ
૧૧૦ાાા
――――
૭૮૧ાાા

આ આંકડા, હું પહેલા પ્રકરણમાં બતાવી ગયો તેમ, પ્રથમ તો સાહેબને ખોટા પાડવાની ઈચ્છા થઈ અને તે ગરીબ ખેડૂતોની ઊલટતપાસથી ખોટા પાડવા એમ ધાર્યું, અને તે હેતુથી સરભોણ અને વડોલી ગામમાં તેમણે ખૂબ – ઊલટતપાસ કરી. સરભોણના જે અનાવલા ખેડૂતની ઊલટતપાસ કરી તે તો સાહેબોએ રિપોર્ટમાં પણ ઉતારી છે અને તેની ઉપર ટીકા કરી છે એટલે તે અહીં આપવી આવશ્યક છે. વડોલીમાં તો એક દૂબળાને તપાસવામાં આવ્યો હતો — એટલા હેતુથી કે દૂબળાની ઉપર જે ખર્ચ બતાવવામાં આવે છે તે બરોબર છે કે નહિ. એ ઊલટતપાસ દૂબળા જેવી અભણ, અજ્ઞાન તથા ગરીબડી પ્રજામાં પણ સત્યાગ્રહથી કેટલું તેજ આવ્યું હતું તે  બતાવવા માટે પણ આપવા જેવી છે. અનેક ખેડૂતો સાહેબની આગળ બેઠેલા હતા તેમાંથી મકનજીભાઈને પસંદ કરવામાં આવ્યાં અને તેમની તપાસ શરૂ થઈ. દોઢેક કલાક સુધી એ તપાસ ચાલી.

૧૫ એકર ૧૦ ગુંઠા કપાસ, ૧૨ એકર ૨૫ ગુંઠા ઘાસ, ૬ એકર જુવાર, ૨ એકર ૩૦ ગુંઠા ભાત, ૩૦ ગુંઠા ઘઉં, ભાતના જેટલા વાલદિવેલા, ૨ એકર ૨૩ ગુંઠા કઠોળ, એમ એમની જમીન લેખાઈ.

‘તમારી પાસે હળ કેટલાં ?’

‘બે.’

‘બળદ કેટલા ?’

‘બે જોડ. આમાંથી ૧૬૯ ની કિંમતે નાનાં ગોધાં આ વર્ષે વેચી દીધાં.’

‘ત્યારે આ વર્ષે બધી જમીન એક જોડે ખેડો છો ?’

‘હા; પણ ૧૦ એકર ૧૯ ગુઠાના ત્રણ નંબર મેં આ વર્ષે છોડી દીધા, અને ઓરણીની મોસમમાં મેં સોંઢલ કરી હતી.’

‘વારુ, ત્યારે તમને ભાત, કપાસ, જુવાર, કડબ, ઘાસ કેટલાં પાક્યાં ?’

‘ભાત પંદર હારા; કપાસ ૪ાા ભાર; જુવાર બે ગાલ્લી; વાલ ૧૪ મણ; તૂવર ૩ મણ: મગ પોણો મણ; ચોળી ૧ મણ: ૨૫,૦૦૦ ઘાસના પૂળા એકવડા; ૧,૨૦૦ પૂળા કડબ; ૪૦ મણ ગોતર; ૩,૦૦૦ પૂળા ભાતના.’

‘કપાસ શા ભાવે વેચ્યો ?’

‘૧૮૬ ના ભાવે સોસાઈટી મારફતે.’

‘ઘાસ કેમ વેચ્યું ?’

‘ઘાસ તો વેચાયું જ નહોતું.’

‘પણ કિંમત શી આવત ?’

‘પાંચ રૂપિયા.’

‘એની કિંમત અગાઉ વધારે આવતી ખરી ?’

‘ગયે વરસે ૬ હતી, તેને આગલે વર્ષ સાત હતી, પેલે વર્ષે ૭ાા હતી.’

 ‘વાલનો શેા ભાવ ઊપજ્યો ?’

‘વાલ તો ઘરમાં વપરાયા.’

‘તમારી પાસે ઢોર કેટલાં છે ?’

‘૩ ભેંસ, ૧ પાડી, ૪ ગાય, ૩ વાછડી, ૪ બળદ.’

‘બળદને માટે તમારે બહારથી કેટલી વસ્તુ લાવવી પડી ?’

‘ગુવાર, ખોળ, તેલ, ઘી, મીઠું, હળદર, ગોળ વગેરે ચીજો.’

‘બળદને માટે જ તમે આાવી સારી વાની રાખી છે કે ગાયભેંસને પણ ખવરાવો ?’

‘બળદને માટે જ, સાહેબ.’

‘ગુવાર કેટલા ?’

‘બધો એક જોડીનો ખર્ચ ગણાવું છું. ૩૪ રૂપિયાના ગુવાર: ૨૫ રૂપિયાનો ખોળ; ૧૦ રૂપિયા તેલઘીના; ૨ાા રૂપિયાનું મીઠું.’

‘મીઠું’ સાંભળીને સાહેબ ચોંક્યા. ‘બળદ મીઠું ખાય ?’

બળદને મીઠું એના ખોરાકમાં અનેક વસ્તુ સાથે ખવડાવવામાં આવે છે એ સમજાવવામાં આવ્યું.

‘બળદને માટે જુદું મીઠું લાવ્યા હતા ?’

‘જુદું શા માટે ? ૧૦ મણ લાવ્યો હતો. તેમાં અર્ધું ઘરમાં ગયું અને અર્ધું ઢોરોને માટે વપરાયું.’

‘દૂબળા કેટલા હતા ?’

‘ગયે વર્ષે ચાર દૂબળા હતા.’

‘દૂબળાનો ખર્ચ કેટલો આવે ?’

‘વર્ષે ૧૫૦ રૂપિયા.’

‘એ કેવી રીતે ?’

‘રોજના છછ આનાની ખોરાકી લેખે ૯ રૂપિયા.’ (પોતાને સુધારીને મહિને ૧૧ા રૂપિયા કહ્યા.)

‘દુબળાને કેટલું રોકડ અને કેટલું અનાજ આપો ?’

‘ખાધાખાઈ આપીએ તે ઉપરાંત તે ૨૫ રૂપિયા સુધીનો ઉપાડ કરે, અને ૧૫ રૂપિયાનાં કપડાં અને જોડા.’

‘૨૫ રૂપિયા ઉપાડના તો તમે ધીરો ને ? એ તો એને ખાતે લખાય ને ?’

‘ખાતે લખાય, પણ પાછા વળે કયે દિવસે ? કદાચ દુબળો એ ચાર રૂપિયા કાપણી વખતે વાળે.’

‘ખાતર કેટલું ખરીદેલું ?’

‘૪૨ રૂપિયાનું ખાતર. ૩૫ રૂપિયાનાં બકરાં બેસાડેલાં અને ૭ રૂપિયાનું છાણ લીધેલું. આ ઉપરાંત ઘરનું ખાતર તો હતું જ.’

વડોલી ગામમાં સાહેબ એકાદા દૂબળાને પકડી તેની દૃષ્ટિએ કેસ સાંભળવો છે એમ કહેતા કહેતા આવ્યા હતા, એટલે એક દૂબળાને પકડી આણવામાં આવ્યો. સુખલો દૂબળો જાણે પોતાના ઘરમાં જ ઊભો હોય તેમ સાહેબની સામે ઊભો, અને પોતાના ધણિયામાની — બારડોલીમાં દૂબળાનો માલિક ધણિયામા કહેવાય છે — સાથે વાત કરતો હોય તેમ વાત કરવા લાગ્યો. સત્યાગ્રહની ચળવળે દુબળાઓમાં પણ કેટલું તેજ આણ્યું છે તેની સાક્ષી પૂરતો સુખલો સાહેબનાથી જરાયે અંજાયા વિના ઉજળિયાતને લજવે એવી હિંમતથી જવાબ આપ્યે ગયો.

‘તારા ધણિયામાનું નામ શું ?’

‘મણિ કહન.’

‘તારું ખાતું એને ઘેર કેટલું ?’

‘મારી પાહે તણહેં રૂપિયા માગે.’

‘કેટલાં વરસ થયાં તું રહ્યો છે ?’

‘પાંચ, છ હાત વરહ થયાં ઓહે જ તો.’

‘તું તારા ધણિયામાને દર વરસે કેટલું વાળે ?’

‘બઉ બઉ તો વરહે પાંચ રૂપિયા. પાછેર રૂના બે પૈહા મલે અને બે જણા મળીને ૧ાા મણ કપાહ વણીએ. હો પૂળે પાવલી અને ધણિયામાને ઘેર તણ આના.’

‘તને તારે ધણિયામો શું આપે ?’

‘રોજ બહેર જુવાર, બે વખત ખાવાનું, અને તણ વખત તમાકુ. ચા પીવાની હૌ મલે જ તો.’  ‘તારી બૈરીને પણ મળે કે ?’

‘હા જ તો. મારી બૈરીને પણ બે વખત ખાવાનું, જુવાર અને તમાકુ મળે, કામ કરે તો.’

‘પણ તે પણ આવી રીતે કામ કરે છે ?’

‘ના, રોજ હાની કામ કરે ? ઘરનું કામ ઓય ની !’

‘આ બશેર જુવાર તું વેચાતી લાવે તો તને શી કિંમત પડે ?’

‘તણ આના વાણિયાને તાં પડે.’

‘આ જુવાર બશેર તને પૂરી ભરીને આપે છે કે ઓછી મળે ?’

‘મારા ગામમાં તો પૂરી જ મલે.’

‘તને બે વખત ખાવાનું મળે તેની શી કિંમત પડે ?’

‘મને હું ખબર પડે ? હું તો બે વખત ખાઉં તે જાણું.’

‘પણ તારે ઘેર ખાય તો ખર્ચ થાય ને ? તે પરથી ગણીને કહે ની ?’

‘મારે ઘેર હું ખરચ થાય ? ઘરમાં તો અમે જુવારનું ભડકું પીએ.’

‘બીજુ શું મળે ?’

‘બે પોતડી, બે બદન, એક પિછોડી, જોડો.’

‘જોડાની કિંમત ?’

‘કિંમત કોણ આપે ? ધણિયામો જ આપે તો. પાંચ રૂપિયાના જોડા મલે. (એક અપશબ્દ બોલીને) મારો ભાઈ તો એ જોડ પણ ફાડે, મને એક જ જોડ જોઈએ.’

‘બાળકોનાં કપડાં માટે પૈસા જોઈ એ તે ક્યાંથી લાવે ?’

‘ધણિયામા પાહે જ તો.’

‘દૂબળો કેટલો ઉપાડ કરે ?’

‘માણહ ઘરમાં ઓછાં એાય તો વીહ રૂપિયા. મેં તો આ વરહમાં અત્તાર લગણમાં જ ૧૬ રૂપિયા ઉપાડેલા છે.’

‘આ બધા રૂપિયા તારે ખાતે મંડાય તે તું વાળશે કે ?’

 ‘મરા તીઆરે જ તો ! અને મરું તીઅરે પણ દહ રૂપિયા ખાંધિયાને પીવાના મળે, પોયરું મરે તો હાત રૂપિયા, અને હું મર તો દહ રૂપિયા.'

પણ આટલી ઊલટતપાસ કરીને બીજાં ગામોએ તેમણે ઉલટતપાસ કરવી બંધ કરી. એક ઠેકાણે તેઓ બોલ્યા : 'આમ ખોટ જ બતાવ્યા કરો તો ખેડૂત જીવે શી રીતે ?' મોતા ગામમાં જ્યાં આવા આંકડા પહેલી જ વાર આપવામાં આવ્યા હતા ત્યાં આનો જવાબ આપવામાં આવ્યો હતો, છતાં અમલદારો એ આંકડા શંકાની જ નજરે જોવા લાગ્યા. એટલે કમાલછોડ ગામે અમે એક ખેડૂતના એક વર્ષના આવક અને ખર્ચના ગણતરીના નહિ, પણ ખરા આંકડા આપ્યા, અને તેને ભેંસના દૂધથીથી થતી કમાણીના આંકડા આપીને અમે બતાવવાના પ્રયત્ન કર્યો કે ખેડૂત શી રીતે પોતાના નિર્વાહ ચલાવે છે. એ આંકડા બંને અમલદારોએ પોતાના રિપોર્ટમાં આપીને અમારો કેસ નબળો છે એમ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે, એટલે એ આંકડા પણ અહીં આપું છું. કમાલ છેડના રણછાડ મેારારની ખેતીના અને ઢોરઢાંખરની એક વર્ષની આવક અને ખર્ચનો હિસાબ : ખેતીની આવક અને ખર્ચ - આવક

રોકડ
દાણોદૂણી
રૂ. ૪૬૫-૦-૦ કપાસ (રૂ. ૭ ના
ભાવે ૬૬ મણ
કપાસ વેચ્યો)
રૂ. ૯૧-૧૪-૦ જુવાર (૫૨ાા
મણ; ૧ાાા રૂપિયે
મણ, બજારભાવ)
૧૦૦-૦-૦ ભાત (૧૦ રૂપિયે
હારા બજારભાવ,
૧૦ હારા)
૫-૦-૦ વાલ (૫ મણ;
રૂપિયા ભાવના)
૨૪-૦-૦ તૂવેર (બે રૂપિયે મણના
ભાવની; ૧૨ મણ)

૩૩-૦-૦ ચારો
૯-૦-૦ કડબ
૯-૦-૦ જુવારનાં ટોલાં
૧૦-૦-૦ પરાળના પૂળિયાં
૫-૦-૦ વાલનું ગોયર
――――
૩૩-૦-૦
૧૦-૦-૦
――――
બળદનું ખાતર
૨૬૩-૧૪-૦
ખર્ચ
રોકડ
દાણોદૂણી
રૂા. ૧૫૯-૪-૦ બળદનો ખર્ચ
૧૦૦-૦-૦ ઘાસ
૫૯-૪-૦ ગવાર
ઘી મીઠું)
+ રૂ. ૫-૦-૦ બળાદને વાલનું ગોતર
ઘરનું ખવડાવ્યું)
૩૦-૦-૦ દુબળાનો પગાર + ૧૧૨-૮-૦ દુબળાના રોજના પાંચ
આના લેખે ખાધાખાઈના)
૧૨-૦-૦ દૂબળાના જોડા અને
કપડાંના
+ ૨૩-૬-૦ મજૂરોને એકવર ખાવાનું
રોજના બે આના લેખે
૪૬-૧૨-૦ ૧૮૭ મજૂરને ચાર
આનાને દરે રોકડી
મજૂરી
+ ૭-૮-૦ જુવાર, ભાત અને
વાલનું બી
૭-૮-૦ કપાસિયા (બીના) + ૬૦-૦-૦ ખેતીમાં ખાતર ઘરનું
નાખ્યું
૭-૮-૦ કપાસિયા (બીના) + ૬૦-૦-૦ ખેતીમાં ખાતર ઘરનું
નાખ્યું
૨૪-૦-૦
――――
ઓજરની સમરામણી
ખેતીને સામાન વિ.
+ ૨૩૪-૦-૦
――――
*[૧]ઘરના બે માણસોની
ખાધાખાઈ
૨૭૯-૦-૦ + ૫૪૨-૦-૦

  1. *ઘરનાં માણસની ખાધાખાઈને માટે રોકડ લાવેલી વસ્તુનો આંકડો રોકડવાળા ખાનામાં નાંખી શકાય, પણ તેથી બહુ ગૂંચવણ થવાના ભયને લીધે ખાધાબાઈનો કુલ ખર્ચ નાંખ્યો છે.
બિન ખેતીની આવક અને ખર્ચ
આવક
રોકડ
અ-રોકડ
૨૫૫-૦-૦ ભેંસનું ઘી ૬ મણ
રૂા. ૪૨ાા ના ભાવે
વેચ્યું
૪૨-૦-૦ ઘી ઘરમાં વાપર્યું
૫૦-૦-૦
――――
ભેંસનું ખાતર
૯૨-૦-૦
ખર્ચ
રોકડ
અ-રોકડ
૧૧૨-૮-૦ કપાસિયા ૭૫ મણ
૧ાા રૂપિયે ભાવના,
ભેંસને ખવડાવ્યા
૨૮-૦-૦ જુવારની કડબ અને
પરાળના પુળીઆં ઘરના
ખવડાવ્યાં
૨૪-૧૨-૦ ગુવાર
૮-૦-૦ મેથી .
૬-૦-૦ તલ
૧૦-૦-૦
――――
ભેંસ વિચાઈ તે વેળા
મસાલા વગેરેનું ખર્ચ
૧૬૧-૪-૦
કુલ આવક
કુલ ખર્ચ
૪૬૨-૦-૦ રોકડ ખેતીની આવક ૨૭૯-૫-૦ રોકડ ખર્ચ
૨૬૩-૧૪-૦ દાણોદૂણી અને ખાતર ૫૪૨-૬-૦ ખર્ચ ઘરના અનાજનું
૨૫૫-૦-૦ ઘીની આવક ૧૬૧-૪-૦ ભેંસનું રોકડ ખર્ચ
૯૨-૦-૦
――――
ઘી દૂધ ઘરમાં વપરાયું
તેની કિંમત
૧૬૧-૪-૦ ભેંસનું રોકડ ખર્ચ
૧૦૭૨-૧૫-૦ ૫૮-૭-૦
――――
સરકાર ધારો અને
લોકલ ફંડ
૧૦૬૯-૯-૦
૩-૫-૦
――――
નફો
૧૦૭૨-૧૫-૦

આ પત્રકના ઉપર અમે એક નોંધ આપી હતી, જે નોંધ બ્રૂમફીલ્ડ કમિટીએ પોતાના રિપોર્ટમાં આપી નથી પણ જે જરૂરની છે :

રણછોડ મોરાર એક સારા પ્રામાણિક ખેડૂત છે, એની ૨૮ાા વીધાં જમીનની અને બે ભેંસની આવકનો આ હિસાબ છે. ૨૮ાા વીઘાંમાં ૧૭ વીઘાં કપાસ કર્યો હતો અને ૯ વીઘાં જુવાર અને ૨ાા વીઘાં ક્યારી હતી. કપાસ એનો સારામાં સારો હતો. ઘાસિયું નહોતું  એટલે તેને બળદ માટે ઘાસ વેચવું પડ્યું હતું. ૪૦૦ રૂપિયાની જોડ બળદ છે, ૧૩૫ રૂપિયાનો દૂબળો છે. એની કિંમત ઓછી પડી છે, કારણ એ પરણેલો નથી. આ દૂબળો ઘરમાં ખાઈપીને ૩૦ રૂપિયા પગાર લઈને રહે છે. ખેડૂતની સાથે તેની સ્ત્રી અને તેનો ૧૫ વર્ષની ઉંમરનો છોકરો ખેતરમાં કામ કરે છે. આથી મજૂરીનો ખર્ચ ઘણો બચે છે. ખાધાખાઈ બે માણસની જ ગણી છે. કારણ સ્ત્રી અને છોકરો અર્ધો વખત કામ કરે છે.

ખર્ચ ગણવામાં ઘસારો અમે ગણ્યો નથી.

ખેડૂતને ખેતીમાંથી તો રૂ. ૮૨૧–૧૪ ઓછા ૭૨૫–૧૪ એટલે રૂ. ૯૬ ની ખોટ ગઈ, પણ એની પાસે બે ભેંસો હોવાથી તેમાંથી રૂ. ૧૫૭-૧૨નો નફો થયો એટલે ખેડૂત ખેતીની ખોટ પૂરી શક્યો અને સરકારધારો ભરી શક્યો. ખેડૂતનાં બે માણસ અને દૂબળાને ખાધાખાઈ ઉપરાંત ૩ રૂપિયા ૫ આના નફો થયો. એમાંથી કપડાં વગેરેનો ખર્ચ શી રીતે નીકળે ? ખેડૂતને કરજ નથી એનું કારણ એ છે કે એની પાસે કદાચ આગલાં વર્ષોમાંથી કાંઈ બચત હશે – ઘર વેચેલું તેમાંથી કરજ વાળીને કંઈ બચ્યું હશે તે હશે — અથવા તો અમે એની જેટલી ખાધાખાઈ ગણી એના કરતાં એણે ઓછું ખાધું હશે.

ઘસારો ગણ્યો નથી, પણ જ્યારે બળદ મરે કે નવાં ઓજાર લેવાં પડે ત્યારે તો ખેડૂતને કરજ કર્યા વિના છૂટકો નથી. જયારે રૂના ભાવ સારા હતા ત્યારે એ ખેડૂતને નફો થતો હશે. ધારો કે ભારનો ભાવ ૨૪૦ રૂપિયા હોત તો ૬૬ મણના એને રૂ. ૬૬૦ મળત એટલે કે ગયે વર્ષે મળ્યા એના કરતાં રૂ. ૧૯૮ વધારે મળ્યા હોત, એટલે ૯૬ રૂપિયાની ખોટ જવાને બદલે એને ૧૦૨ રૂપિયા નફો થાત. એ ઉપરાંત ભેંસનો નફો તો હતો જ.

હવે ઉપરના બંને દાખલાઓ ઉપર તપાસઅમલદારોએ કરેલી ટીકા જોઈએ. સરભોણના મકનજીભાઈના જવાબ ઉપર રિપોર્ટમાં આ પ્રમાણે ટીકા કરવામાં આવી છે :

“આ માણસને રૂા. ૮૩૭ એના કપાસમાંથી મળ્યા. ઘાસમાંથી કશું ન મળ્યું, કારણ એ વેચી શક્યો નહોતો. આપણે આ માની લઈએ. એના  જ કહેવા પ્રમાણે એને રોકડું ખર્ચ રૂા. ૩૦૫ થયું (રૂ. ૧૪૩ બે બળદ માટે, રૂ. ૪૨ ખાતર માટે, અને રૂા. ૧૨૦ ચાર દૂબળા માટે). આ ઉપરાંત એને ૧૪૫ રૂપિયા મહેસૂલ ભરવું પડ્યું હશે, અને ૨૦ એકર ૧૩ ગુંઠા ગણોતે લીધેલી જમીનનું ગણોત — તે ૨૬૦ રૂપિયાથી ૩૦૦ રૂપિયા સુધી હોઈ શકે છે. ગણોતનો આંકડો એ માણસને પૂછવાનો રહી ગયો એ દિલગીરીની વાત છે. આ પ્રમાણે ભેંસમાંથી એને જે નફો થયો હશે તે ન ગણતાં પણ ૮૬૭ બાદ ૭૫૦ એટલે ૮૭ રૂપિયા રોકડા એની પાસે રહ્યા. અને આ ઉપરાંત એને રોજના ૧૦ાા શેર ચોખા અને ૬ શેર જુવાર પાકી. અને એક માણસનો રોજનો ખોરાક એક શેર ચોખા અને દોઢ શેર જુવાર મનાય છે. એટલે ચાર દૂબળા અને કુટુંબનાં માણસોને માટે વધારેપડતા ચોખા રહેશે, અને કંઈક ઓછી જુવાર રહે છે, પણ એનો તો કોક રીતે મેળ બેસાડી શકાય, અને બીજા ખોરાક પર રોકડું ખર્ચ તો જૂજજાજ થાય. પણ હવે ધારો કે જે રીતે બીજા ખર્ચના આંકડા મૂકવામાં આવ્યા છે તે રીતે આ આંકડા મૂકવામાં આવ્યા હોત તો બળદનું ખર્ચ રૂ. ૨૦૦ મુકાત, ચાર દૂબળાનું રૂા. ૧પ૦ લેખે રૂા. ૬૦૦ નું ખર્ચ મુકાત, રૂા. ૧૮૦ નું ખાતર મુકાત, અને પરિણામે ખોટનો સુમાર ન રહ્યો હોત.”

આ ટીકાની ઉપર શી ટીકા કરીએ ? એમાં કેટલીક સામાન્યમાં સામાન્ય બાબતનું પણ અજ્ઞાન છે, અને કેટલીક વસ્તુ ગણવામાં આવી જ નથી. ખેડૂતને ૧૦૫ મણ ડાંગર પાકી તે ઉપરથી સાહેબોએ ત્રિરાશિ કરીને હિસાબ કાઢ્યો કે એને ત્યાં રોજના ૧૦ાા શેર ચોખા પાક્યા ! ડાંગર અને ચોખાનો ભેદ અમલદારો શા સારુ જાણે ? ૧૦ાા શેર ચોખા નહિ, પણ ૧૦ાા શેર ડાંગર પાકી અને એમાંથી તો માંડ ૫ શેર ચોખા થાય. એટલે સાહેબોને હિસાબે જ એ માણસનું કુટુંબ અને ચાર દૂબળાને ખાવાના ચોખા વધારે પડતા નહિ પણ ખાવા જેટલા ન મળે, અને વધારે ચોખા લાવવામાં જ એની આખી રોકડ ખપી જાય. આ તો એક વાત થઈ. બીજી વાત એ કે સાહેબો માને છે કે અનાવલાનું ખરચ અને દૂબળાનું ખરચ સરખું છે, અને અનાવેલા ગૃહસ્થને શેર ચોખા અને દોઢશેર જુવાર મળી પછી ખાવાપીવાને માટે કશું ખરીદવાનું રહેતું જ નથી ! આના જેવું ભીષણ અજ્ઞાન બીજું કયું હોઈ શકે ? સાહેબોએ એમના પટાવાળા અથવા ઘોડાવાળાને પણ પૂછયું હોત તોપણ તે કહેત કે શેર ચોખા અને દોઢશેર જુવારથી સામાન્ય માણસ જીવતો નથી. આ ઉપરાંત રોકડ ખર્ચમાં રોકડ મજૂરી મકનજીભાઈએ કેટલી આપી એ તો સાહેબે તેને પૂછાવાની તસ્દી જ લીધી નહોતી ! સાહેબો માને છે કે દૂબળા અને ખેડૂત મળીને બધી ખેતી કરી નાંખી અને અને મજૂર લાવવાની જરૂર જ ન પડી.

પણ એ ખંડનાત્મક ટીકા કરવાનું દૂર રાખીને હવે એ જ, આંકડામાંથી ખરી સ્થિતિ શી નિષ્પન્ન થાય છે એ તપાસીએ. સાહેબોએ જે આંકડા સ્વીકાર્યા છે તે જ આંકડા લઈને ખેડૂતોનો આવકજાવકનો હિસાબ આ પ્રમાણે આવે છે :

૧૯ એકર ૩૨ ગુંઠા માલકીની, ૨૦ એકર ૧૨ ગુંઠા ગણોતની, કુલ ૪૦ એકર ૫ ગુંઠા જમીન.

આવક
રોકડ
દાણોદૂણી
રૂા. ૮૩૭-૦ ૧૦૮ મણ કપાસના,
૭ાા રૂપિયાના ભાવે.
૧૪૨-૮ ભાત
૧૨૦-૦ જુવાર
૧૪-૦ વાલ
૯-૮ દાળ
૧૨૪-૦ ઘાસ
૧૨-૦ કડબ
૧૫-૦ કચરું
૨૫-૦
――――
ગોતર
૪૬૩-૦
ખર્ચ
રોકડ
૧૪૩ બળદનું ખર્ચ
૪૨ ખાતર
૧૬૦
――――
ચાર દૂબળાના
૩૪૫ + ૨૨૫ ગણોત
? મજૂરીનો આંકડો


આ ઉપરથી દેખાશે કે મજૂરીનો આંકડો ગણવામાં આવ્યો નથી છતાં એ ખેડૂતની પાસે રૂ. ૮૭૭ એાછા રૂ. ૫૭૦ એટલે રૂ. ૨૬૭ રૂપિયા રોકડા રહ્યા. ઉપરાંત ભાત, જુવાર, વાલ, અને દાળ મળીને ૨૮૬ રૂપિયાની કિંમતનો દાણો એના ઘરમાં રહ્યો, જેમાંથી એને ૪ દૂબળાનું અને પોતાના કુટુંબનું પોષણ કરવાનું અને ૧૪૫ રૂપિયા મહેસૂલ ભરવાનું, એટલે કે ૨૬૭ + ર૮૬ − ૧૪૫ = ૩૦૮ રૂપિયામાં એણે પોતાનું, પોતાના કુટુંબનું અને ચાર દૂબળાનું પોષણ કરવાનું ! એ પણ એ કેમ કરતો હશે તે ભગવાન જાણે ! ગાયભેંસમાંથી થતી અને બીજી સગાવહાલાંના પગારની કમાણી વિના એ ખેડૂતની ખેતી અને તેનું જીવન અશક્ય થઈ પડે એ વિષે શંકા નથી.

કમાલછોડના આવકખર્ચના આંકડા વિષે ટીકા કરતાં અમલદારો લખે છે :

“નફો માત્ર ૩ રૂપિયા ૫ આનાનો બતાવ્યો છે, પણ સરવાળે ખોટ જ છે એમ કહેવામાં આવે છે, કારણ કપડાંનો ખર્ચ અને ઘસારો તો ગણવામાં જ આવ્યો નથી. અમને આટલી બધી નિરાશાજનક સ્થિતિ કલ્પી લેવાનું કારણ લાગતું નથી. અમને એક ઠેકાણે કહેવામાં આવ્યું હતું કે એક જોડ બળદ અને બે ભેંસ મળીને ૧૦૦ રૂપિયાનું ખાતર આપે. આ માણસને ૬૦ રૂપિયાનું જ ખાતર મળે છે એમ જણાવવામાં આવ્યું છે એ ઓછું લાગે છે, એમાં જ ૪૦ રૂપિયા ઓછા બતાવવામાં આવ્યા, જે ગણવામાં આવ્યા હોત તો રૂ. પ૮–૭ મહેસૂલ ભરવાનું છે તેમાંથી તેટલા ઓછા થાતના ! પણ સાચી વાત તો એ છે કે ખેડૂતને પોતાની જમીનમાંથી રોજના ૭ શેર ચોખા અને પાા શેર જુવાર પાકે છે, જેમાંથી એને બે માણસ, એક સ્ત્રી અને એક છોકરાને જ ખવડાવવાનું છે. આ બધા અનાજની કિંમત જમા બાજુએ રૂ. ૧૯૧–૧૪–૦ બતાવવામાં આવી છે. જ્યારે ઉધાર બાજુએ રૂ. ૧૧૨–૮ અને રૂ. ૨૩૪ મળીને રૂ. ૩૪૬–૮ ખાધાખાઈના બતાવવામાં આવ્યા છે. હવે એ માણસને ખાધાખાઈને માટે રોકડું તો જૂજ જ ખરચવાનું હોય, એટલે કે ૩૪૬–૮ બાદ ૧૯૧–૧૪–૦ ના થોડા જ ટકા જેટલું ખરચવાનું હોય, એટલે એને કપડાંના અને ઘસારાના પૈસા સહેજે મળી રહે. આમ વિંરાધી પક્ષ તરફથી આવતો, આવકખર્ચની બંને બાજુ મેળવવાની મુશ્કેલીનો, આ સરસ દાખલો છે.”

આમાં પણ પહેલાના દાખલા જેવું જ અજ્ઞાન છે. ખાતરના ૬૦ રૂપિયા ગણ્યા હતા કારણ કુમાલછોડમાં ખાતરનો ભાવ ગાડાનો ૧ાા રૂપિયો હતો, અને વરાડ જ્યાં પેલો ૧૦૦ રૂપિયાનો આંકડો આપવામાં આવ્યા હતા ત્યાં ૨ રૂપિયાનો ભાવ હતો. વળી અહીં પણ ચોખા અને ડાંગર બંનેને એક જ માનવામાં આવ્યાં છે, અને અમલદારો માનતા લાગે છે કે રૂ. ૩૪૬-૮-૦ ઓછા ૯૬ રૂપિયાની ખોટ એટલે ૨૪૦ રૂપિયામાંથી દુબળો, ખેડૂત અને એની સ્ત્રી, અને છોકરાનો ખર્ચ નીકળી શકે અને રૂ. ૫૮-૭ નો સરકારધારો ભરાઈ શકે.

બીજી ટીકા એ કરી છે કે આ ખેડૂતને ભેંસના ઘીદૂધમાંથી રૂા. ૧૫૭–૧ર નો નફો થાય છે તે ખેતીનો જ નફો છે, કારણ ખેડૂત પોતાની પાસે જમીન હોય છે માટે જ ભેંસો રાખી શકે છે ! પણ જમીનમાંથી જે ઘાસ થાય છે તે ઘાસનો તો જમા બાજુએ અમે હિસાબ આપીએ છીએ. પણ બીજો જે રોકડ ખર્ચ થાય છે તેનું શું ? પણ સાચી વાત જ એ છે કે ઘીદૂધની આવક એ ખેતીની આવક છે એ સિદ્ધાન્ત જ બેહૂદો છે અને ખેડૂતોને એ સિદ્ધાન્તની સામે લડી લીધે જ છૂટકો છે.

આમ નફાતોટાના અમારા હિસાબને અમલદારો જરાય અડી શક્યા નથી એમ અમારું માનવું છે, અને એ ન અડી શક્યા એટલે જ એની વધારે ખણખોદ ન કરવાનો અને ગણોતની ઉપર જ આધાર રાખવાનો સહેલો માર્ગ એમણે સ્વીકાર્યો..!

કમાલછોડના ખેડૂતનો હિસાબ જે દિવસે અમે રજૂ કર્યો તે દિવસે અમલદારોની સાથે થયેલી વાતચીત આખા પ્રશ્ન ઉપર સારો પ્રકાશ પાડે છે. એ વાતચીત અહીં આપી દઉં :

સાહેબો : ‘એ ખેડૂતને ખોટ જાય છે એ ધારો કે માની લઈ એ, પણ એટલી જ જમીન એ ગણોતે આપતો હોય તો તેને ફાયદો થાય, એટલે મહેસૂલ તેની ઉપર શા માટે ન લેવું ?’

અમે : ‘પણ સાચી વાત એ છે કે એમ ખેડૂતો પોતાની જમીન ગણોતે આપતા નથી, અને બધા ગણોતે આપે તો ગણોતે લે કોણ ?’

‘પણ જે આપે તેને તો ફાયદો થાય જ છે ના?’

‘પણ એ કેટલા આપે છે એનો જ પ્રશ્ન છે. આપ જો અમને સિદ્ધ કરી આપો કે ૮૦ થી ૯૦ ટકા ખેડૂતો જમીન ગણોતે આપે છે, તો તમે ભલે તેમના ગણોત ઉપર કર લો.’

‘પણ ગણોત ઉપર મહેસૂલની ગણતરી કરવાનો અમને પણ મોહ રહ્યો નથી. અમારું કહેવું તો એ છે કે આકારને માટે કાંઈક આધાર તો જોઈ એ જ ના ? તમે નફાતોટાની ગણત્રી કરો છો તે ગણત્રી બરાબર કરવી અને તપાસવી એમાં તો કેટલાય દિવસે જાય અને એ કેટલી કડાકૂટનું કામ ?’

‘એના કરતાં વધારે કડાકૂટનું કામ ગણોતો તપાસવાનું તમને નથી લાગતું ? અને છતાં ગણોતો તો વિશ્વાસપાત્ર મળતાં નથી ?’

‘પણ અમે ક્યાં ગણોતના આધારને વરેલા છીએ ? અમે તો કહીએ છીએ કે આવી ગણત્રી કરવામાં તો દરેક ગામડે બેત્રણ અઠવાડિયાં રહેવું જોઈએ.’

‘એ તો રહેવું જ પડે તો. સેટલમેંટ ૩૦ વર્ષને માટે કરવું એ કંઈ રમત વાત છે ? એને માટે ગામેગામ અને ખેતરે ખેતરે તપાસ કરવી જોઈએ.’

‘એ વાત તો સાચી. પણ એને માટે કેટલા માણસ જોઈએ, સરકારને પગાર કેટલા આપવા પડે ?’

‘એ તો આપ જાણો. આપની આગળ તો અમે હકીકત મૂકી. એના ઉપર આ૫ વધારે વિચાર કરજો.’

આ ઉપરથી જણાશે કે મહેસૂલ ગણોતને આધારે ઠરાવવાના સિદ્ધાન્તના મૂળમાં એ વાત ગ્રહણ કરી લેવામાં આવે છે કે બધી જ જમીન ગણોતે આપવામાં આવે તો તેનું અમુક ગણોત મળે, અને એ ગણોતના પ૦ ટકા સુધી મહેસૂલ લેવું જોઈએ. પણ બધી જ જમીન ગણોતે આપવામાં આવે તો તે લે કોણ અને ગણોત મળે ક્યાંથી એ સવાલનો અમલદારો કે સરકાર જવાબ આપવાની દરકાર કરતી નથી.