આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એક દીવસે શાહે બીરબલને પૂછ્યું કે,'બ્રાહ્મણ તરસ્યો કેમ રહ્યો? અને ગધેડો ઉદાસ કેમ થયો?' શાહનું આવું ચમત્કારીક વાક્ય સાંભળી બાહોશ બીરબલે એકજ શબ્દમાં બંનેનો ઉત્તર આપતાં કહ્યું કે 'સરકાર ! બ્રાહ્મણ પાસે લોટો ન હોવાથી તે પાણી પીધા વગર રહ્યો. અને ગધેડાને લોટવાનું ન મળવાથી તે ઉદાસ થયો.' બીરબલનો આ તાત્કાલીક જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થઈ, ખુશાલીના બદલામાં બીરબલને ઈનામ આપી રીઝવ્યો.