બીરબલ અને બાદશાહ/બુદ્ધિવાન તેજ બળવાન
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
વારતા સુડતાળીસમી.
બુદ્ધિવાન તેજ બળવાન
-૦-
← આ બંને ઉદાશ કેમ ? | બીરબલ અને બાદશાહ બુદ્ધિવાન તેજ બળવાન પી. પી. કુન્તનપુરી |
તમારો ગુરૂ કોણ ? → |
એક વખતે શાહે દરબારીને પુછ્યું કે, 'ઉન્હાળો, શીયાળો અને ચોમાસું એ ત્રણે કાળમાં કયો કાળ સરસ છે. જો તમારા જાણવામાં કે અનુભવવામાં આવ્યો હોય તો કહો ? આનો ખરો ખુલાસો કરી આપનારને ઈનામ આપવામાં આવશે.' આનો વાસ્તવીક રીતે ખુલાસો ન કરતાં કોઈએ ઉન્હાળાને તો કોઈએ શીયાળાને વખાણ્યો, પણ તે શાહના મનમાં ન રૂચવાથી શાહે તેજ મુજબ બીરબલને પુછ્યું, ત્યારે બીરબલે કહ્યું કે, હજુર! હું તો સર્વમાંથી સરસ વર્ષાકાળને પ્રસન્ન કરું છું. જેના વડે ધાન્ય પાકી રાજા તથા રંકને સુખદાયક થઇ પડે છે, એના સીવાય બીજો સરસ કાળ છેજ નહિ" આ સાંભળી શાહ ઘણો ખુશી થઈને બીરબલને ઈનામ આપ્યું.