બીરબલ અને બાદશાહ/કંકણ અને કેસની ગણત્રી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← વનો વેરિને વશ કરે છે બીરબલ અને બાદશાહ
કંકણ અને કેસની ગણત્રી
પી. પી. કુન્તનપુરી
ચોરની છત્રીશ કળા →


વારતા છવીસમી.
-૦:૦-
કંકણ અને કેસની ગણત્રી.
-૦:૦-

કરો ન કદીએ કોય, ઠઠા બાજી ઠીક ગણી,

હાંસી ઉલટી હોય, તજો ટેવ એ તમ તણી.

એક દીવસ દરબાર બરખાસ્ત થયા બાદશાહે બીરબલને રંગ મહેલમાં લઈ જઇ હાસ્ય વીનોદની વાતો કરવા લાગ્યા. આ સમે શાહે બીરબલને પુછ્યું કે, તમારી મનોરમાના હાથમાં કેટલાં કંકણ છે !' બીરબલે કહ્યું કે, 'હજુર ! મારી કોમલાંગીના હાથ ઉપર મારી નજર દીવસ કોભરમાંસમેજ પડે છે, તેમજ મારા હાથ સાથે તેનો હાથ ઘણીજ થોડીજ વખત લાગતો જણાય છે, તો પણ ખાત્રીથી કહું છું કે જે જગાએ આપ નામવરની વારંવાર નજર પડે છે તેમ આખા દિવસમાં સેંકડો વખત આપ નામદારનો હાથ કર્યા ફરે છે તે દાઢીના જેટલા કેશ છે તેટલાજ કંકણ છે, માટે દાઢીના કેશ ગણી લો એટલે કંકણની ગણત્રી પણ થઇ જ જશે !' બીરબલનો આવો ઉત્તર સાંભળી બાદશાહ ચુપ થઇ ગયો.

સાર - ખુલ્લો છે.

-૦-