આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એક વખતે બીરબલને પુછ્યું કે, સાચાં અને ખોટાં વચે કેટલો અંતર છે?' તેનો જવાબ આપતાં બીરબલે કહ્યું કે, 'સરકાર ! ચાર આંગળનો. શાહે પુછ્યું કે, 'શી રીતે?' બીરબલે કહ્યું કે, સરકાર ! સાચાની તપાસ કરનાર આંખ છે, માટે આંખેથી જોયું તે ખરૂં, અને તેનાથી ચાર આંગળને છેટે કાન છે તેણે જે સાંભળ્યું તે ખોટું. માટે ખરા ખોટા વચ્ચે ચાર આંગળનો અંતર છે.' આ ખુલાસાથી શાહ ઘણો ખુશી થયો.