બીરબલ અને બાદશાહ/રમલ જોનારનું અપમાન

વિકિસ્રોતમાંથી
← બહુ રૂપી ઠગ બીરબલ અને બાદશાહ
રમલ જોનારનું અપમાન
પી. પી. કુન્તનપુરી


વારતા એકસો બેતાલીસમી
-૦:૦-
રમલ જોનારનું અપમાન
-૦:૦-

એક સમે રાતના શાહને એવું સ્વપ્નું આવ્યું કે, તેના બધા દાંત એકદમ પડી ગયા. માત્ર એક દાંત રહી ગયો. વળતે દિવસે શાહે સવારના રમલ જોનારને બોલાવી તે સ્વપ્નાંનો ખુલાસો પૂછ્યો. રમલ જોનારે રમલ જોઈ કહ્યું કે ' નામવર ! તમારા બધાં સગાંવહાલાં તમારી હયાતીમાં જ ગુજરી જશે.'

આ મૂરખ રમલ જોનારનાં આવા વાક્યો સાંભળી શાહને એકદમ રીસ ચઢવાથી રમલ જોનારને ત્યાંથી તરત કાઢી મુકાવ્યો. થોડીવાર પછી બીરબલ આવ્યો. તે જોઈ તે સંબંધી હકીકત કહી સંભળાવીને શાહે ખુલાસો પૂછ્યો ધીમેથી બીરબલે કહ્યું કે, ' સરકાર ! એ સ્વપ્નનો ખુલાસો ખુલ્લો જ છે, આપ આપના સગા શંબંધીઓથી વધારે લાંબુ આયુષ ભોગવશો. માત્ર એકજ દાંત રહી ગયો તે એકજ સંબંધી આપનાથી વધારે આયુષ ભોગવશે.

બીરબલનો આ ખુલાસો શાંભળી શાહ આનંદ પામ્યો.

-૦-


ભાગ અઢારમો સમાપ્ત.