બીરબલ અને બાદશાહ/વાણી વીનોદ-૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← વાણી-વીનોદ ૧ બીરબલ અને બાદશાહ
વાણી વીનોદ-૨
પી. પી. કુન્તનપુરી
વાણી વીનોદ-૩ →


વારતા બાણુંમી
-૦:૦-
વાણી વીનોદ-૨
-૦:૦-

એક વખતે શાહ અને બીરબલ ઘોડે બેસીને જમુના કીનારે ફરતા હતા. તે વખતે ત્યાં કેટલાક ગધેડા ચરતા હતા તેમનો ધણી કુંભાર ત્યાંથી થોડે છેટે ઝાડ નીચે પડીને ઉંઘતો હતો.

કુતરાની પુંછડી ઝાડે બાંધવા છતાં સીધી ન રહેતાં વાંકી ને વાંકી રહે છે. તેમજ આ ગધેડા છે. એમને ગમે એટલા પાણીમાં નવરાવી સાફ કરે તોપણ તે ધુળમાં લોટ્યા વગર રહેતા નથી.

કુંભારે પોતાના ગધેડાઓને થોડીવાર પહેલાંજ નવરાવ્યા હતા. તેથી ભીને શરીરેજ ગધેડાઓ જમીન ઉપર આલોટ્યા હતા તેથી તેમના શરીરે ધુળ વળગી રહી હતી. તે જોઈ શાહે કહ્યું કે, 'બીરબલ ! આ ગધેડાઓના જેવું ખરાબ પ્રાણી એકે ન હોય. એના માલેકે થોડી વાર પહેલાં જ એમને નવરાવી સાફ કર્યાં હશે પણ આટલી વારમાં એ તો પાછા શરીરે ધુળ ચોપડી ઉભા છે.'

તેના ઉત્તરમાં બીરબલે કહ્યું કે, 'સરકાર ! એતો એમનો મુળ સ્વભાવ છે. બધાનું ઓષડ છે, પણ એક સ્વભાવનું ઓશડ મળતું નથી. એક કવીએ કહ્યું છે કે:-

પાવકકું જળ બીંદુ નીવારન, સુર્ય તાપકું છત્ર કીયો હે; બ્યાધીકું વૈદ, તુરંગકું ચાબુક, ચોપગકું વૃક્ષ દંડ દીયો હે. હસ્તી મહાવદકે સીર અંકુશ, ભુત પીશાચકું યંત્ર કીયો હે. ઓષડ હે સબકો સુખદાયક, સભાવકા ઓખડ નાહી કીયો હે.

તેથી ખુદાવીંદ ! બધાનું અઉષધ છે, માત્ર એક સ્વભાવનું ઓશડ નથી.

શાહ બીરબલની આવી સમયસુચક વાણી સાંભળીને આનંદ પામ્યો.


-૦-