બીરબલ અને બાદશાહ/હાજર જવાબ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ફાંસીને બદલે માન બીરબલ અને બાદશાહ
હાજર જવાબ
પી. પી. કુન્તનપુરી
બીરબલ સરસ કે તાનસેન ? →


વારતા છઠી
-૦:૦-
હાજર જવાબ
-૦:૦-

એક દીવસે બાદશાહે ભર કચેરીમાં બીરબલને પુછ્યું કે, દરેક પ્રાણીમાત્રની નજરે સુરજ અને ચાંદો જણાય છે, તે સુરજ ચાંદાના પ્રકાશથી સઘળી વસ્તુઓ નિહાળી શકાય છે. પણ કોઇ એવી વસ્તુ હશે કે સુરજ અને ચાંદાના પ્રકાશમાં પણ ન દેખાય ?

બીરબલ--નામદાર ! તેમના પ્રકાશ પાડવા છતાં પણ અંધારૂં નજરે જોઇ શકાતું નથી.

બાદશાહ--આ જગતમાં કોનો વિશ્વાસ નહીં કરવો ?

બીરબલ--આંખે કાણો, હાથે ઠુઠો, પગે લુલો, અને ટુંક ગરદનીઓ એ ચાર નીશાનીવાળાઓથી હમેશાં અલગ રહેવું.

બાદશાહ--નીમકહરામ કોણ ?

બીરબલ--આપણું ખાઇ આપણું બુરૂં કરે તે.

બાદશાહ--નીચમાં નીચ કોણ ?

બીરબલ--દેશનો દુશ્મન.

બીરબલના આ હાજર જવાબો સાંભળી રાજા અને કચેરી બીરબલને ઘણો ધન્યવાદ આપી પ્રસન્ન થયા.

સાર--બુદ્ધિશાળીની ખુબી એજ છે કે હજારો માણસોની વચમાં હાજર જવાબ આપી પારકાઓને પોતાના કરી શકે છે.

-૦-