બીરબલ વિનોદ/બહાદુર છતાં બ્હીકણ
Appearance
← અક્કલથી ઇશ્વરને ઓળખવો | બીરબલ વિનોદ બે માસનો એક માસ બદ્રનિઝામી–રાહતી |
ગંગનું ચાતુર્ય → |
વાર્તા ૬.
બહાદુર છતાં બ્હીકણ.
એક દિવસ બાદશાહે બીરબલને કહ્યું “ બીરબલ ! નગરમાંથી કોઈ એવા માણસને લઈ આવો જે બહાદુર હોવા સાથે બ્હીકણ પણ હોય.” બીરબલે તરતજ શહેરમાં જઈ એક સ્ત્રીને લઈ આવી બાદશાહ આગળ હાજર કરી કહ્યું “જહાંપનાહ ! આ સ્ત્રી બહાદુર હોવા સાથે ડરપોક પણ છે.” બાદશાહે પૂછ્યું “એ કેવી રીતે ?” ત્યારે બીરબલે કહ્યું “અડધી રાત્રે, મૂસળધાર વરસાદ અને ઘોર અધિકાર છતાં તદ્દન નિડર બની તલવારોના પહેરા વચ્ચે થઈ પોતાના પ્રાણ સુદ્ધાંની દરકાર રાખ્યા વગર પોતાના પ્રિયતમને જઈ ભેટે છે ત્યારે તેના જેવી વીરતા બીજ કોનામાં હોઈ શકે ? અને જ્યારે તે ઘરમાં હોય છે ત્યારે રાત્રિને સમયે ઉંદરના ખખડાટથી ડરી જઈ ધ્રુજી ઉઠે છે ત્યારે તેના જેવી કાયરતા પણ કોનામાં હોઈ શકે?” આ ચાતુર્ય જોઈ બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.