મહાત્માજીની વાતો
મહાત્માજીની વાતો ગાંધીજી ૧૯૨૩ |
મહાત્માજીની વાતો
લેખક:
મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક કાર્યાલય.
અમદાવાદ
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક ગ્રંથમાળાનું પુસ્તક ૨જું.
મહાત્માજીની વાતો
ઉપદેશક અને સુબોધ આપનાર વાતોનો સંગ્રહ
લેખક
મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી.
પ્રકાશક
જેઠાલાલ દેવશંકર દવે.
તંત્રી ભાગ્યેાદય અને હુન્નરવિજ્ઞાન
સંપાદક
અધ્યાત્મજ્ઞાન પ્રસારક કાર્યાલય.
અમદાવાદ.
સર્વાધિકાર સ્વાધિન.
મૂલ્ય રૂ. ૧—૮—૦
પ્રસ્તાવના.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક ગ્રંથમાળાનું આ બીજું પુસ્તક બહાર પાડતાં અમને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તકમાં આવેલી વાત મહાત્મા ટૉલ્સ્ટોયની લખેલી છે. તેને ગુજરાતીમાં મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજીએ આફ્રીકામાં છપાવી હતી. તે ઉપરથી અમે મહાત્માજીની રૂબરૂમાં પરવાનગી લઇ આ વાતો ભાગ્યોદય માસીકમાં છાપી હતી, અને તેમાંથી એકત્ર કરી આ જુદા પુસ્તક રૂપે છપાવી પ્રકટ કરી છે.
આ પુસ્તકમાં સંગ્રહ કરેલી વાતો સત્યને રસ્તે ચઢાવનાર, જ્ઞાન આપનાર અને મનુષ્યના જીવનમાં ઉત્તમ ફેરફાર કરે તેમ હોવાથી તેને પુસ્તક રૂપે પ્રકટ કરી અધ્યાત્મજ્ઞાન પ્રસારક ગ્રંથમાળાના ગ્રાહકોને આપવી યોગ્ય ધારી છે તેના લેખક મહાત્મા ગાંધીજી છે એટલે તેની પ્રશંસા કરવી વ્યર્થ છે.
આવી રીતે ગ્રંથમાળાના ગ્રાહકોને ઉપયોગી પુસ્તકો આપવાનો અમારો દૃઢ નિશ્ચય છે. અને તે સસ્તી કિંમતે અપાતાં હોવાથી જનસમુદાયને તેના ગ્રાહક થવાથી ઘણો લાભ થવા સંભવ છે. તમે તમારા મિત્રોને તેના ગ્રાહક બનાવી યોગ્ય લાભ આપશો તો અમારો શ્રમ સાર્થક ચશે.
અમદાવાદ. |
|
જેઠાલાલ દેવશકર દવે |
અનુક્રમણિકા.
૧ | સત્યવાન અને શિવદયાળની વાત | ૧ |
૨ | જીવનદોરી કિંવા દેવદૂતની વાત | ૧૮ |
૩ | પ્રેમા પટેલની વાત કિંવા માણસ કેટલી જમીનનો માલીક હોઈ શકે ? |
૪૬ |
૪ | મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત | ૬૩ |
પોતાના ગ્રાહકોને અર્ધી કિંમતે જ્ઞાનનાં, ઉપદેશનાં અને અધ્યાત્મવિદ્યાનાં પુસ્તકો આપે છે. પ્રથમ પુસ્તક.
છપાઈ ગયું છે અને તે દરેક ગ્રાહકને અપાઈ ગયું છે. તેની કીંમત રૂ. ૪—૦—૦ છે.
ગ્રાહક થનારે પ્રવેશ ફી રૂ. ૧—૦—૦ પ્રથમ આપવો પડે છે.
હવે પછી બહાર પડનાર પુસ્તકો.
તત્ત્વવિચાર દર્શન—પ્રથમ દર્શન, ભારતના સિદ્ધ પુરુષો, યોગ વિદ્યા' વિગેરે છપાય છે, જેમ જેમ છપાશે તેમ તેમ ગ્રાહકોને અર્ધી કિંમતે વી. પી. થી મોકલાશે.
અમદાવાદ.
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |