લખાણ પર જાઓ


રંગનો ભીનો રે જોઈ

વિકિસ્રોતમાંથી
રંગનો ભીનો રે જોઈ
પ્રેમાનંદ સ્વામી



રંગનો ભીનો રે જોઈ

રંગનો ભીનો રે જોઈ,
હરિનાં જુગલ ચરણ પર મોહી;
સાથળ રૂડા રે કેવા,
નીરખી મનમાં રાખ્યા જેવા.. ૧

ગોળ છે જાડા રે સ્વરૂપે,
ઉપમા કદળી થંભની ઓપે;
શોભિત શોભા રે ધામ,
વ્રજવનિતાના પૂરણકામ.. ૨

સુંદર શોભે રે જાનુ,
નીરખી ધન્ય ભાગ્ય કરી માનું;
જંઘા જુગલને રે નીરખી,
ચંદન ચરચી મનમાં હરખી.. ૩

ઘૂંટી અનુપમ રે પાની,
નીરખી મનમાં રાખું છાની;
એ પદ ઉરમાં રે ધારી,
પૂજી પ્રેમસખી બલિહારી.. ૪