રસિકવલ્લભ/પદ-૨
← પદ-૧ | રસિકવલ્લભ પદ-૨ દયારામ |
પદ-૩ → |
શિષ્યનો જિજ્ઞાસા-પ્રશ્ન <poem> શિષ્યે પૂછ્યું શ્રી ગુરુપ્રત્યજી, ક્યમ ભ્રમતી રહે મ્હારી મત્યજી; કૃપા કરી તે મુજને કહિયેજી, શરણાગત છું નિજનો લહિયેજી. ૧ મેં અવલોક્યા છે બહુ ગ્રંથજી, તેથી ન ચ્હોંટે મન એક પંથજી; છું વચલેલો દોષના ધરશોજી, પુછિશ ઘ્હેલું ક્રોધ ન ધરશોજી. ૨
ઢાળ
મન ક્રોધ ઉપજે એહવું અવળું પુછવું પડશે ખરું; તે વિના ભ્રમ ભાગે નહીં, માટે પ્રથમ વિનતિ કરું. ૩
મેં સંગ કર્મઠ બહુ કર્યા, સંન્યાસી યોગી અત્ય; તેથી તમારાં વચનમાં, સંશય રહે કહું સત્ય. ૪
આપે કથા અદ્ભૂત કહી, મેં શ્રવણ કીધી સાર; તે કદાપિ ઉરમાં ના ઠરી, ત્યહાં સંશય સભર વિકાર. ૫
જ્યહાં લગી સંશય ત્યહાં લગી, પ્રભુ સફલ થાય ન ધર્મ; તે માટેય નિસ્સંદેહ થાવું શ્રીગીતા ભાખ્યો મર્મ. ૬
ઉપદેશ માત્રજ આપથી પામ્યો પૂર્વં ગુરુરાય; સમજ્યો ન સ્વસિદ્ધાંત પૂરૂં જે ન કહ્યું ચિત્ત જાય. ૭
દયાપ્રીતમ દાસ ના સંગ જે સિદ્ધાંત સમજૂં સત્ય; એહવી દિશામાં તીર્થ કરવા ગયો કાચી મત્ય. ૮ (પૂર્ણ)