રસિકવલ્લભ/પદ-૨૪

વિકિસ્રોતમાંથી
← પદ-૨૩ રસિકવલ્લભ
પદ-૨૪
દયારામ
પદ-૨૫ →


પદ ૨૩ મું

અન્યાશ્રયનું ફળ છે એહવુંજી, નંદાદિકને દીઠું જેહવુંજી;
હરિને હિત ના આવે ત્યાંયજી, જેનું ચિત્ત હોય બહુ સુરમાંયજી.
પ્રાધૂર્ણિક બહુ ઘરનો હોયજી, મરે ક્ષુધાએ ન પૂછે કોયજી;
પુત્ર પુંશ્ચલી પિતતું કહે કહોનેજી, લાડ ઓલંભા કોઈ ન માનેજી.

ઢાળ

માને ન મન માધવ વિના, કહ્યું તેજ સાચો સંત;
નિજ પ્રાણ અધિકો લહે તેને ભક્તાધીન ભગવંત.
એમ સુણી બોલ્યો શિષ્ય, પ્રભુ સંશય રહે છે એક;
આપે કહ્યું તે ખરૂં, ભજવા એક હરિ ધરિ ટેક.
શ્રુતિ સ્મૃતિ દૃઢ થયું સંશય ન નિશ્ચે એવ;
છે એમ, તદપિ ઘણા જન ક્યમ ભજે ઇતર દેવ.
કેટલાક સુર દૃઢ એક, કેટલા નામે સઘળે શીશ;
તે ક્યમ હશે ગુરુજી કહો ઝળકે પ્રબળ જશ જગદીશ.

એમ સુણી શ્રી ગુરુએ કહ્યું સાંભળ કહૂં કારણ, તાત!
જે અંશ જેહના હોય તે, તેને ભજે શ્રુતિ ખ્યાત.
જે જેહનું તેહને તે મળે, તવ થાય ચિત્તનિરોધ;
જ્યમ દયાપ્રીતમ કૃષ્ણ સેવે ભગવદી વણ બોધ.