રસિકવલ્લભ/પદ-૨૫

વિકિસ્રોતમાંથી
← પદ-૨૪ રસિકવલ્લભ
પદ-૨૫
દયારામ
પદ-૨૬ →


પદ ૨૪ મું

વત્સ કદા મહિષી નવ ધાવેજી, ધેનુ મહિષ ન આવેજી;
ગુણ અવગુણનું કશું ન કામજી, ચિત્ત જેહનું જ્યાંહ ત્યાંહજ વિરામજી.
ભૂલું પડિયું બાળક રોયજી, મુખ અધમોત્તમ સહુનાં જોયજી;
તદપિ ન ભટકણ ભાગે મનનીજી, સદ્ય શાન્તતા મળતાં જનનીજી.

ઢાળ

જ્યમ જનનિ મળતાં જંપ તત્ક્ષણ, અવર રહે નહિ આશ;
પછી બોધ તેહને ન કરવો, પામ્યા પૂરણ અભિલાશ.
સઘળે નમે પંચપિરિયા, જીવ આસુરી કહેવાય;
ઉપજતાં માયામાં મળ્યા, કેમ એક ઠોર ઠરાય.
એકદા શ્રીમદ્ પુરુષોત્તમ ઇચ્છા ઉપનિ એહવી;
વિસ્તાર જગમાં થાય જશનો, કૃતિ કરવી તેહવી.
એમ ધારી ભૃકુટિ ભંગથી, ઉપજાવી સૃષ્ટિ સાર;
બ્રહ્માંડ ભવ્ય વિચિત્ર નાના, લોક દશ ને ચાર,

મહી મંડળ, નવ ખંડાદિ, રચના રમત માત્રમાં કીધી;
જુગ પ્રકારે રચિ સૃષ્ટિ, કરવા નિજપર પ્રસિદ્ધિ.
એક દૈવી બીજી આસુરી ઉપજાવિ આપોઆપ;
જન દયા પ્રીતમ, સકળ શક્તિ પતિ અતુલ પ્રતાપ.