રસિકવલ્લભ/પદ-૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૩૬ રસિકવલ્લભ
પદ-૩૭
દયારામ
પદ-૩૮ →


<poem>

પદ ૩૭ મું

નિરાવર્ણ અગ્નિ જ્યમ બાળેજી, સાવર્ણ સ્પર્શે ત્યમ ન પ્રજાળેજી; એમ હિત હરિનું સંસૃતિ ટાળેજી, પ્રીત પ્રપંચે ભદ્ર ન ભાળેજી. ૧

થડ ડાળાં અળગાં નહિ કોયજી, પણ સિંચન તે થડને હોયજી; બ્રહ્મ સત્ય ને જગત અસત્યજી, એમ કહે કાંણા વણ મત્યજી. ૨

ઢાળ

મતિ હીન લોચન એક દેખે, બ્રહ્મ અવરનાં કોય; તે તણે મત દૃષ્ટાંત કેરું, કથન ક્યમ કરી હોય ? ૩

તવ શિષ્ય કહે ગુરુ સાંભળો, પરમાર્થમાં હરિ એક; વ્યવહારમાં સહુ સત્ય છે વર્ણવી વસ્તુ અનેક. ૪

અજ્ઞાન દશામાં મિથ્યા જ્ઞાન વિષેનો શિષ્યનો ઉત્તર જ્યાં લગી જેહને નિજ સ્વરૂપનું, નથી ઉપજ્યું જ્ઞાન; ત્યહાં લગી તેહને ભેદ વસ્તુ તણુ રહે છે ભાન. ૫

પ્રકૃતિવિકાર મટી ગયે, વ્યવહાર ભેદ અસત્ય, ભ્રાંતિજનિત વ્યવહાર છે, ગુરુ શિષ્ય ત્યહાં લગી સત્ય. ૬

જ્યહાંલગી કાંઇએક રહે છે, અજ્ઞાન કેરો લેશ; ત્યહાંલગી ગુરુજી કરે છે, ધ્રુવ શિષ્યને ઉપદેશ; ૭

ગુરુ દયા પ્રીતમ બ્રહ્મ અખંડિત, સ્વરૂપ નિજ કરી જાણે; તદપિ પૂર્વ અધ્યાસ દ્વૈતની, ભ્રાંતિ મનમાં આણે. ૮ -૦-