રસિકવલ્લભ/પદ-૪૫
← પદ-૪૪ | રસિકવલ્લભ પદ-૪૫ દયારામ |
પદ-૪૬ → |
<poem>
ઈશ્વરની જીવથી અધિકતા અને ભિન્નતા જીવ મનોરથ કરે અનેકજી, પૂરો ન પડે તેમાં એકજી બ્રહ્મ ચાહે તે તત્ક્ષણ હોયજી, તેને મેટી ન શકે કોયજી. ૧ હું જ બ્રહ્મ છું જગમય કહે છે જી, જનનરકના ભોગને સહે છે જી; મિથ્યા ગુરુ ને મિથ્યા જ્ઞાનજી, શિષ્ય મૃષા ક્યમ તે ગુરુધ્યાનજી. ૨
ઢાળ
ક્યમ ધ્યાન જૂઠા ગુરુનું આવે? ન સમજે બાળ; રે શિષ્ય તું મા પડીશ, માયાવાદિ માયા જાળ. ૩
યુક્તિ માટે દ્વૈત જ્ઞાનની આવશ્યકતા
નહીં દ્વૈત જ્ઞાન વિના જ મુક્તિ, કહે વેદપુરાણ; છે વ્યાસાદિકનો એ જ આશય સુજ્ઞ ન લહે કોણ? ૪
હું વિપ્ર છૂં, હું ક્ષત્રી છું, વૈશ્યાદિ છે સૌ ભાન; નથી દેહ જીવની ભિન્નતા સમજતાં જન જ્ઞાન. ૫
અભેદજ્ઞાનથી મુક્તિના પક્ષમાં ગુરુએ જણાવેલી ત્રૂટિ
જે સાધન મુક્તિ કેરું એહ; અભેદ જ્ઞાન જ હોય; તો સહજ મોક્ષ લહે સહુ, ગુરુ શરણ ચાહે ન કોય. ૬
અશ્વત્થ વૃક્ષ તનુ કહ્યો શ્રુતિ, ત્યહાં ખગ જોડ, એક બ્રહ્મ બીજો જીવ, મિથ્યા કહે મોટી ખોડ. ૭
ભેદપક્ષમાં શ્રતિનું વચન
છે જીવ બ્રહ્મનો દાસ નિત્ય જ, બ્રહ્મ સહુ જગસ્વામી; છે જીવ બ્રહ્મની દેહ તેમાં, બ્રહ્મ અંતર્યામી. ૮
જડ અણુ વ્યાપક હેતુ હરિ, કરે વર્ણન વેદ; જન દયાપ્રીતમ કૃષ્ણને , ત્રય તત્ત્વભેદ અભેદ. ૯ -૦-