રસિકવલ્લભ/પદ-૪૭

વિકિસ્રોતમાંથી
← પદ-૪૬ રસિકવલ્લભ
પદ-૪૭
દયારામ
પદ-૪૮ →


પદ ૪૬ મું

સર્વોપરિ છે ભજનાનંદજી, પણ અનુભવ નહિ જે રતિમંદજી;
તે સુખ લુંટ્યું સહુ વ્રજભક્તેજી, હરિ વશ કીધા જાણ્યું જક્તેજી.
શુક મુનિ વ્યાસે પ્રશંશા કીધીજી, પદરજ માગી ઉદ્ધવ લીધીજી,
શેષરમાશિવધિ નિજ નિંદેજી, ફરી ફરી ગોપીજન પદ વંદેજી.

ઢાળ

વંદે સર્વ શ્રીકૃષ્ણને, તે કૃષ્ણ પણ આધીન;
ત્યહાં મોટ્યની અવધિ થઈ, ગજ પદે સહુ પદ લીન.

શ્રીગોપીજન વલ્લભ અતિ, પ્રિય નંદ સુતને નામ;
હરિ વિશ્વ વલ્લભ તેહને પ્રાણાધિક વ્રજવામ.
જાંઈ કહું તેહનું હેતુ જેહમાં, હેતુ વણ દૃઢ ભક્તિ,
અલવ્યસન મૂર્તિમાન્ શાશ્વત, પ્રેમ સહ આસક્તિ.
એ રીત રતિ નહિ અવરમાં, સર્વની સાભિપ્રાય;
ભવ બ્રહ્માદિક ન સમાન, મોટા જ્ઞાની યોગી રાય.
પ્રીતિ સહજની અતિ ઘણી, શ્રીનાથજીને ભાવે;
તે કોટિ સાધન કર્યે હરિ, કરુણા વિના ક્યહું નાવે.
તે સંપૂર્ણ વ્રજ ભક્તમાં અનપાયની નવ જાય;
જન દયાપ્રીતમ કૃષ્ણ જીતાય અજિત શ્રુતિ ગાય.