રસિકવલ્લભ/પદ-૭૧
← રસિકવલ્લભ/પદ-૭૦ | રસિકવલ્લભ પદ-૭૧ દયારામ |
રસિકવલ્લભ/પદ-૭૨ → |
સત્સંગ મહિમા તે ભગવદીય દાસાનુદાસજી, થાતાં ઉર હોય ભક્તિ નિવાસજી સત્સંગ મહાત્મ અપારજી, હરિ મળવાનો સત્ય ઉપચારજી, ૧ ઉદ્ધવ પ્રત્યે શ્રીહરિ વાણીજી, તે કહું કીચિત્ ઇંહાં વખાણીજી; ઉદ્ધવ મુજને ન રોધે યોગજી, સાંખ્ય ધર્મના કર્મ પ્રયોગજી. ૨
ઢાળ ન પ્રયોગ, ન સ્વાધ્યાય, તપ, દક્ષિણા, દાન, ન ત્યાગ; વ્રત, નેમ, યમ, તીર્થાટને, ન રોધાઊં નાના યાગ. ૩ રોધઊં નહિ વેદાધ્યયન, આદિ વિના સત્સંગ; વણ ધર્મસાધન થાઊં વશ, હું જો સુસંગે રંગ. ૪ બહુ દૈત્ય રાક્ષસ ખગ મૃગ ગાંધર્વ અપ્સરા નાગ; જણ સિદ્ધ ચારણ વિદ્યાધર, ગુહ્યક કપિ સદરાગ. ૫ સ્ત્રી વૈશ્ય શૂદ્ર ને અંત્યજ જાતિ, રજ તમ પ્રકૃતિ સપાપ; તે તે સર્વ મુજ પામિયાં કેવલ સુસંગ પ્રતાપ. ૬ તે કોણ કોણ કહું સુણો, પ્રહલાદાદિક બલિ ભૂપ; વૃષપર્વા વૃત્રાસુર, બાણાસુર તર્યા ભાવકૂપ. ૭ હનુમાન સુગ્રીવ અંગદાદિક, તથા જાંબુવાન; તે સહુ દયાપ્રભુ પદ લહ્યું, સત્સંગ શક્તિ મહાન. ૮ -૦-