રાષ્ટ્રિકા/હિન્દનો મંદવાડ
Appearance
← રાષ્ટ્રિકા/હિંદના વાસી - સર્વ સંન્યાસી | રાષ્ટ્રિકા હિન્દનો મંદવાડ અરદેશર ખબરદાર |
રાષ્ટ્રિકા/ભરતસમાજની ભક્તિ → |
હિન્દનો મંદવાડ*[૧]
• રાગ પીલુ-તાલ ત્રિતાલ •
આજ પડી મુજ હિન્દ હ્યાં માંદી,
રે કોઇ આવીને ટાળો કુવ્યાધિ ! — આજ
રગરગ રોગ ગયો ખૂબ વ્યાપી,
રે કોણ દુષ્ટ ગયો એમ શાપી ? — આજ ૧
તનખ તનખથકી તફ્ડે બિચારી,
ભારી ખરે પજવે દુ:ખ કારી ! — આજ ૨
લોહી ગયું ને પડી સહુ ફીકી,
શ્વાસ રહ્યો છે હવે તક ટીકી ! — આજ ૩
નહીં નહીં રે એનું મુખડું જોવાયે,
દુ:ખડાં દમંતાં તે કઈપેરે જાયે ? — આજ ૪
બળબુદ્ધિ તો નહિ ચાલી જ કાંઈ;
હારી રહ્યા હવે સર્વ મુઝાઇ. — આજ ૫
આશકિરણ તો હવે સહુ ઊઠ્યાં,
ઊંડા નિરાશાનિધિમહીં બૂડ્યાં ! — આજ ૬
કેવી પડી મુજ હિન્દ રીબાતી;
કાળતણે મુખ ચાલી ચવાતી ! — આજ ૭
છે કોઇ માઈનો પૂત જ શૂરો ?
હિન્દ ઉગારી કરે દુ:ખ ચૂરો ! — આજ ૮
અદલ હવે ધનવંતરી આવો !
આ મુજ હિન્દને પ્રેમે બચાવો ! — આજ ૯
- ↑ *ઇ. સ. ૧૯૦૨