એ સન્નારી અલાઉદ્દીન જાન સોજની દૌહિત્રી હતી. એનું લાડકું નામ જલાલ-ઉદ્-દુનિયાએ-ઉદ્દીન હતું. એ ઘણી વિદ્વાન હતી અને પોતાના જમાનામાં એક વિદુષી સ્ત્રી તરીકે ઘણી પ્રસિદ્ધિ પામી હતી, ‘તબકાત-ઈ-નાસિરી’નો ગ્રંથકાર મિનહાજ તેનાજ આશ્રય નીચે ઊછર્યો હતો અને ભણીગણીને મોટો થયો હતો. મિનહાજે પોતાના ગ્રંથમાં બેગમના ઉચ્ચ ગુણની પ્રશંસા કરી છે.