વીરક્ષેત્રની સુંદરી/વ્યભિચારના નિષેધ સંબંધી શાસ્ત્રોનાં પ્રમાણો

વિકિસ્રોતમાંથી
← વીરક્ષેત્રની સુંદરીનું પતન વીરક્ષેત્રની સુંદરી
વ્યભિચારના નિષેધ સંબંધી શાસ્ત્રોનાં પ્રમાણો
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
પરનારી વિષયક કવિ શામળભટના છપ્પા →






વ્યભિચારના નિષેધનાં શાસ્ત્રોક્ત પ્રમાણો

स्वभाव एष नारीणां नराणामिह दूशणम ।
अतोऽर्थात्र प्रमाद्यन्ति प्रमदासु विपशितः ॥

શ્રૃંગાર આદિ ચેષ્ટાવડે પુરુષોને મોહ પમાડી વશ કરવો એ સ્ત્રીઓનો સ્વભાવ જ છે. પણ તેમના મોહને વશ થનારા પુરુષો જ આ બાબતમાં દોષપાત્ર છે. એટલા માટે વિદ્વાન્ પુરુષો સ્ત્રીઓની બાબતમાં પ્રમાદ કરતા નથી. (મનુ ૨-૨૧૩)

अविद्वासमलं लोके विद्वांसमपि वापुनः ।
प्रमदा हृत्पथं नेतुं कामक्रोधवशानुगम् ॥

પુરુષ અવિદ્વાન હોય કે વિદ્વાન હોય, પણ જો તે કામ અને ક્રોધને વશ થઈ વર્તે તો તેને પ્રમદાઓ ઉન્માર્ગમાં લઈ જવામાં સમર્થ થાય છે. (મનુ ૨-૨૧૪)

अश्वश्रुतं वासवगर्जित च स्त्रीणां च चित्तं पुरुषस्य भाग्यम ।
अवर्षणं चाष्यतिवर्षणं च देवी न जानाति कुतो मनुष्यः ॥

અશ્વની ગતિને, ઈંદ્ર ગર્જનાને, સ્ત્રીઓનાં ચિત્તને, પુરુષના ભાગ્યને, અવર્ષણને અને અતિવૃષ્ટિને દેવ પણ જાણતો નથી તો

પછી મનુષ્ય ક્યાંથી જાણી શકે ? (સુભાષિત)

राष्ट्रस्य चितं कृपणस्य वित्तं मनोरथं दुर्जनमानुशाणाम् ।
स्त्रिश्चरित्रं पुरुषस्य भाग्यं देवो न जानाति कुतो मनुष्यः ॥

રાષ્ટ્રનું ચિત્ત, કંજૂસનું વિત્ત, દુર્જન મનુષ્યોનો મનોરથ, સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવ પણ જાણતો નથી તો પછી મનુષ્ય ક્યાંથી જાણી શકે ? (સુભાષિત)

शस्त्रेण वेणीविनिगूहितेन विदूरथं वै महिषी जघान् ।
विषप्रदिग्धेन च नूपुरेण देवी विरक्ता किल काशिराजम् ।।

વિદૂરથ રાજાને તેની રાણીએ વેણીમાં છુપાવેલા શસ્ત્રથી માર્યો. કાશિરાજને તેની વિરક્ત દેવીએ વિષ લગાડેલા નૂપુરથી માર્યો.

लङ्केश्वरो जनकजाहरेणन वाली तारपहारकनयाष्यय कीचकारव्यः ।
पाञ्चालिकाग्रहणतो निधनं जगम तखेतमापि परदाररतिं न काङ्क्षेत् ॥

જનકકન્યા સીતાનું હરણ કરવાથી લંકાપતિ રાવણ મરણ પામ્યો. તારાનું હરણ કરવાથી વાલી મરણ પામ્યો. પાંચાલી–દ્રૌપદીનું ગ્રહણ કરવાથી કીચક મરણ પામ્યો. એમ હોવાથી ચિતથી પણ પરસ્ત્રીની રતિની ઇચ્છા કરવી નહીં.(સુભાષિત)

व्यभिचारण वर्णनाप्रर्वद्यावेदनेन च ।
स्वकर्मणां च त्वागेन जायन्ते वर्गसङ्कराः ॥ (मनु: १० । २४)

વર્ણોના વ્યભિચારથી - બ્રાહ્મણાદિ વર્ણોમાં પરસ્પર વિવાહ કરવાથી, સગોત્રમાં વિવાહ કરવાથી અને સ્વોચિત કર્મોનો-ઉપનયનાદિ સંસ્કારોનો ત્યાગ કરવાથી પ્રજામાં વર્ણસંકર થાય છે.

व्यभिचारात्तु भर्तुः स्त्री लोके प्राप्नोति निन्द्यताम् ।
शृगालयोनिं प्राप्नोति पापरोगैश्च पीड्यते ॥ (मनु: ५ ।१६४)

પતિને તજીને અન્ય પુરુષ સાથે વ્યભિચાર કરનારી સ્ત્રી લોકમાં નિંદ્ય થાય્ છે, શિયાળની યોનિને પામે છે અને પાપી રોગોથી પીડાય છે.

पतिं या नाभिचरति मनोवाग्देहसंयुता ।
सा भर्तृलोकमाप्नोति सद्भिः साध्वीति चोच्यते । । (मनुः ५ । १६५)

જે સ્ત્રી મનથી, વાણીથી અને દેહથી પતિનું અતિક્રમણ કરતી નથી - પતિનું અતિક્રમણ કરી વ્યભિચાર કરતી નથી તે પતિ લોકને પામે છે અને સત્પુરુષો તેને સાધ્વી સ્ત્રી કહે છે.

कामातुराणां न भयं नलज्जा चार्थातुराणां न गुरुन बन्धु: ।
विद्यातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचिन वेला ॥

કામાતુરોને બીક કે લજ્જા હોતી નથી, અર્થાતુરોને ગુરુ કે બંધુ હોતો નથી, વિદ્યાતુરોને સુખ કે નિદ્રા હોતી નથી અને ક્ષુધાતુરોને રુચિ કે વેળા હોતી નથી. (સુભાષિત)

ઉંધ ન જુએ તુટી ખાટ, ભૂખ ન જૂએ ટાઢો ભાત;
લોભી ન જુએ ભ્રાત કે માત, ઈશ્ક ન જૂએ જાત-કજાત.

પાઠાંતર:-

ઉંધણસી ન જુએ તૂટી ખાટ, ભૂખ્યો ન જૂએ ટાઢો ભાત;
તરસ્યો ન જૂએ ધેાભી ઘાટ, કામી ન જુએ જાત-કજાત.

दुराचारेण पुरुषो लोके भवति निन्दितः ।
दुःखभागी च सततं व्याथितोऽल्पायुरेव च ॥(સુભાષિત)

દુરાચારથી પુરુષ લોકમાં નિંદિત થાય છે, સર્વદા દુ:ખભાગી રહે છે, રોગગ્રસ્ત થાય છે અને અલ્પ આયુષ્યવાળો થાય છે.