શ્રી આનંદધન ચોવીશી/શ્રી અજિતનાથ સ્વામી
← શ્રી ઋષભદેવ સ્વામી | શ્રી આનંદધન ચોવીશી શ્રી અજિતનાથ સ્વામી આનંદધન |
શ્રી સંભવનાથ સ્વામી → |
(૨) શ્રી અજિતનાથ જિન સ્તવન
(રાગ:- આશાવરી - મારું મન મોહ્યું રે વિમલાચલે રે...)
પંથડો નહાળું રે બીજા જિનતણો રે,
અજિત અજિત ગુણધામ;
જે તેં જીત્યા રે તેણે હું જિતિયો રે,
પુરુષ કિશ્યું મુજ નામ? પંથડો૦ ૧
ચરમ નયણે કરી મારગ જોવતાં રે,
ભૂલ્યો સયલ સંસાર;
જેણે નયણે કરી મારગ જોઈએ રે,
નયણ તે દિવ્ય વિચાર. પંથડો૦ ૨
પુરુષ પરંપર અનુભવ જોવતાં રે,
અંધો અંધ પલાય;
વસ્તુ વિચાર રે જો આગમે કરી રે,
ચરણ ધરણ નહિ ઠાય. પંથડો૦ ૩
તર્ક વિચારે રે વાદ પરંપરા રે,
પાર ન પહોંચે કોય,
અભિમત વસ્તુ રે જો આગમે કરી રે,
તે વિરલા જગ જોય; પંથડો૦ ૪
વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે,
વિરહ પડ્યો નિરધાર;
તરતમ જોગે રે તરતમ વાસના રે,
વાસિત બોધ આધાર. પંથડો૦ ૫
કાળલબ્ધિ[૧] લહી પંથ નિહાળશું રે,
એ આશા અવલંબ[૨];
એ જન જીવે રે જોનજી જાણજો રે
"આનંદધન" મત અંબ. પંથડો૦ ૬