સભ્યની ચર્ચા:Dharmeshp

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રિય Dharmeshp, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

 • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
 • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
 • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
 • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- Sushant savla ૧૨:૧૮, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

રસિકવલ્લ્ભ[ફેરફાર કરો]

ભાઈશ્રી ધર્મેશ, રસિકવલ્લ્ભના પાંચ પ્રકરણ ૩૧-૩૪ આપના નામે આપે લીધા હતા. તે કોઈ અજ્ઞાત આઈ પી દ્વારા હટાવાયા છે. શું તે આપે જાતે હટાવ્યા છે? --Sushant ૧૨:૫૪, ૨૭ ઓક્ટોબર ૨૦૧૩ (IST)

હા સુશાંત ભાઈ, લાગ્યું નહી પતાવી શકું તો મે જ નામ હટાવ્યા છે.. પણ લાગે છે હું account માં login થવાનું ચુકી ગયો છું એટલે અજ્ઞાત IP દેખાલે છે. --Dharmeshp (talk) ૧૩:૧૩, ૨૭ ઓક્ટોબર ૨૦૧૩ (IST)

રસિકવલ્લભ[ફેરફાર કરો]

રસિકવલ્લભ
આપના સુંદર સહકારને કારણે પરિયોજના રસિકવલ્લભ પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે રસિકવલ્લભ શ્રી કૃષ્ણનું નિર્મળ ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. રસિકવલ્લભ શ્રી કૃષ્ણ આપના આપના જીવનમાં આધ્યાત્મિક રસિકતા જગાવે એ જ પ્રાર્થના. આભાર.--sushant (talk) ૨૧:૨૯, ૨૬ નવેમ્બર ૨૦૧૩ (IST)

અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ[ફેરફાર કરો]

Birbal.jpg અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
પરિયોજના "અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ" પૂર્ણ થઈ છે. ભૂલશુદ્ધિ કાર્ય બાકી છે જે બહુ ઝડપથી આટોપાશે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૧૮:૨૯, ૧૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)

ન્હાના ન્હાના રાસ- ભાગ ૨[ફેરફાર કરો]

ધર્મેશ ભાઈ, મજામાં હશો. જત જણાવવાનું કે ન્હાના ન્હાના રાસ ભાગ ૨ ના આપે લીધેલા પ્રકરણો મેં ભૂલથી ટાઈપ કરી દીધાં છે. તે આપ ટાઇપ ન કરશો. નવી પરિયોજના "પાંખડીઓ" હાથમાં લઈએ છીએ. --Sushant ૨૧:૩૨, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)

કોઇ વાન્ધો નહી... હાજર છીયે "પાંખડીઓ" મા.. --Dharmeshp (talk) ૧૮:૨૩, ૮ જાન્યુઆરી ૨૦૧૪ (IST)

સ્કેન પુસ્તકો[ફેરફાર કરો]

ધર્મેશ ભાઈ આપનો સંદેશો મળ્યો. આપના સંદેશા અને સુઝાવ માટે ખૂબ ખૂબ આભાર. ભારત સરકારના ડીજીટાઈઝડ લાઈબ્રેરી વિષે મને પણ જાણકારી મળી છે. મેં તેના અમુક પુસ્તકો ચકાસ્યા. પણ ઘણું અટપટું લાગ્યું. જો આપને તે ડાઉનલોડ કરવાની સરળ રીતની જાણ હોય તો અમને સૌને જરૂરથી જણાવશો. જેથી આપણે તેની સ્કેન કોપી મેળવવા પાછળનો સમય બચાવી શકીએ. --Sushant ૨૧:૦૪, ૮ જાન્યુઆરી ૨૦૧૪ (IST)