સભ્યની ચર્ચા:Gautam Kotila

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

પ્રિય Gautam Kotila, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- Sushant savla ૨૨:૩૬, ૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

સૌરાષ્ટ્રની રસધાર[ફેરફાર કરો]

ગૌતમભાઈ જય માતાજી, સૌરાષ્ટ્રની રસધાર ૧ સંપૂર્ણ ચડાવી દેવાઈ છે અને હાલમાં ઉપલબ્ધ છે પણ જો આપ સૌરાષ્ટ્રની રસધાર ૨, સૌરાષ્ટ્રની રસધાર ૩, સૌરાષ્ટ્રની રસધાર ૪ ની જે વાર્તાઓ આપ મૂકવા માગતા હો તો તે પાનાં પર જાઓ અને અનુક્રમમાં લાલ કડી હોય એનો મતલબ તે વાર્તા મોજૂદ નથી અને ભૂરી કડી મતલબ વાર્તા મોજૂદ છે. માટે તમે લાલ કડી વાળા પાનાં ખોલી અને ટાઈપ કરી શકો છો, હાલમાં ટાઈપ કરીને પ્રકરણો મૂકવા સિવાય અન્ય કોઈ માર્ગ નથી. વધુ કોઈ પ્રશ્ન હોય તો મારા ચર્ચાનાં પાનામાં અંતે આપ લખી શકો છો અથવા અહીં લખશો તો પણ હું જવાબ આપી શકીશ. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૩, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]


જય માતાજી મારે ફક્ત ભુરા અને કાળા રંગ માજ દેખાય છે લાલ રંગનુ કશુ દેખાતુજ નથી કદાશ હુ મોબાઇલ વાપરુ છુ એટલે એવુ હશે

બની શકે તમે જે તે કડી પર ક્લિક કરી અને ખોલી જુઓ જો કોઈપણ લખાણ ન દેખાય અને તમને પાનું અસ્તિત્ત્વમાં નથી એવો સંદેશ દેખાય તો તમે તે વાર્તા અહીં મોજૂદ નથી તેમ સમજી અને તેને ટાઈપ કરી શકો છો. બાકી તમે કઈ કઈ વાર્તા મુકવા માગો છો તે અહીં જણાવો તો તેની કડી હું તમને બતાવી દઈશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૦, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

હાલ તો કલોજી લુણસરીયો નામની વાર્તા ટાઇપ કરેલ છે મારી પાસે.

સૌરાષ્ટ્રની રસધાર ૩ ના પાને તેની કડી છે અને તે વાર્તા મોજૂદ નથી આપ તેને ચડાવી શકો છો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૧, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

આભાર વ્યોમ સર અને સુશાંત સર આપનો પણ આખરે આપ બન્ને સાહેબની મહેનત રંગ લાવી હુ કલોજી લૂણસરીયા નામની વાત પોસ્ટ કરી શક્યો .

હજુ પણ આપનો પીછો નથી છોડવા નો . ખેર આપ એકવાર જોઈ લેજો જોડણીની ભુલો ઘણા પ્રમાણમા હશે. અને તેમા મદદ કરજો.

શાબાસ ગૌતમભાઈ, સરસ કાર્ય !--Sushant savla (talk) ૦૮:૦૫, ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
વાહ, ખૂબ સરસ કાર્ય!!! એક વાર લખાય જાય બાદમાં જોડણી સુધારવી મોટી વાત નથી. પ્રથમ વખત લખાવું જ એટલે કે ટાઈપ થવું જ અગત્યનું છે. લાગ્યા રહો....--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૩૧, ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

હવે આલેક બાપુ કરપડાની વાત મુકવા જઇ રહ્યો છૂ જેમ જેમ સમય મલતો જાહે તેમ તેમ ફકરાઓ મુકતો જઈશ

સ્વાગત[ફેરફાર કરો]

નમસ્કાર ગૌતમભાઈ, તમારી સ્રોતના કાર્યમાં રૂચિ જોઈ ને મારા થી ન રહેવાયું તે તમારૂં સ્વાગત કરવા વચ્ચે કૂદી પડ્યો છું. વ્યોમભઆઈ તમારૂં સુંદર માર્ગ દર્શન કરે છે. તેમને અનુસરશો. તે સિવાય કોઈ તકલીફ હોય તો વિના સંકોચે મારો સંપર્ક કરશો. મારો ઈમેલ આઈ ડી sushant_savla@rediffmail.com છે. --Sushant savla (talk) ૨૧:૪૯, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. Gautam Kotila, આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. જૂના સભ્યો તો મળતા હોય છે પરંતુ આપના જેવા સક્રિય યોગદાન કરતા નવા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો અમને આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૨૩ નવેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૪, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]