સમુદ્ર સરીખા મારા વીરા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે હોજી. ... મારા.

આ રે કાયામાં છે વાડીઓ રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગોરા રે ... મારા.

આ રે કાયામાં છે સરોવર રે હોજી,
માંહે હંસ તો કરે છે કલ્લોલા રે ... મારા.

આ રે કાયામાં છે હાટડાં રે હોજી,
તમે વણજવેપાર કરોને અપરંપારા રે ... મારા.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધારના ગુણ હોજી,
દેજો અમને સંતચરણે વાસેરા રે ... મારા.