સર્જક ચર્ચા:કવિ દાદ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

કવિ દાદ (દાદુદાન ગઢવી)ની રચનાઓ આપણે અહીં સ્રોત પર કઈ રીતે ચઢાવી શકીશું ? તેઓ સાંપ્રત સમયનાં કવિ છે, (હાલ જુનાગઢમાં રહે છે) તેમની રચનાઓ પ્રકાશનાધિકાર મુક્ત ન જ હોય.

સર્જકોની યાદીમાંથી હાલ આ નામ દૂર કરવું અને સ્રોત પર એમની રચનાઓ હોય તે પણ દૂર કરવી રહી. ભલે એમની અનેક ઉત્તમ રચનાઓ લોક સાહિત્ય કે પ્રાચીન સાહિત્ય સમ લાગતી હોય, બહુ પ્રસિદ્ધ અને બહુ જગ્યાએ પ્રગટ થયેલી હોય, (મોટાભાગે તો વગર મંજુરીએ !) પરંતુ આપણાથી તો પ્રકાશનાધિકારભંગ ન જ થાય. સૌ મિત્રોનું શું મંતવ્ય છે ? આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૪૧, ૩૧ જુલાઇ ૨૦૧૨ (IST)

ધ્યાન દોરવા બદ્દલ આભાર. કવિ દાદની મને જન્મ તારીખ મળી નહોતી. અને નામ તથા તેમની રચના જોઈ તે મને કબીર આદિના સમકાલિન લાગ્યા હતાં તેથી મેં જ એ રચનાઓ ચડાવી હતી. તેને હવે હટાવી દીધી છે. --Sushant savla (talk) ૨૧:૩૫, ૩૧ જુલાઇ ૨૦૧૨ (IST)
તુરંત પગલાં લેવા બદલ આભાર. (મેં મારી વાતનો ચકાસી શકાય તેવો સંદર્ભ નહોતો આપ્યો પણ આપે મારો વિશ્વાસ કર્યો એ બદલ પણ આભાર !) જો કે કવિશ્રી દાદને ઘણા પ્રસંગે રુબરુ મળવાનું, સાંભળવાનું, સદભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. છતાં કોઈને શંકા ન રહે માટે અહીં એક લેખની કડી આપું છું. મળવા જેવાં માણસ : કવિ દાદ – પ્રણવ ત્રિવેદી ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૨૩, ૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
બાપુ! અમારે તો "અશોક મોઢવાડીયા" એ જ મોટો સંદરભ. એથી વધુ કંઈ ચકાસવાની જરૂર નઈં.--Sushant savla (talk) ૧૭:૪૧, ૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
કવિશ્રી દાદ ના પરિવાર ની અનુમતિ થી હું એમની યુ ટ્યુબ ચેનલ બનવી રહ્યો છું.તેઓશ્રી ની રચનાઓ ધીંગી છેજ એમાં બે મત નહિ..ઉપરાંત તેઓ ની રચનાઓ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છેજ.

જરૂર પડ્યે આપ સહુ નો વિચાર હોય તો અહી મુકવા માટે એમને વાત કરું?