લખાણ પર જાઓ

સ્રોતસ્વિની/નરમેધ

વિકિસ્રોતમાંથી
← એક નાવિકને સ્રોતસ્વિની
નરમેધ
દામોદર બોટાદકર
આશા →


<poem>

નરમેધ

( નદટક અથવા નરકૂટક )

અગણિત વર્ષ ને યુગ અનેક વ્યતીત થયા, ખરતર મંત્રથી બધિર કેવળ કર્ણ બન્યા; નહિ બલિદાનને પળ પળે પણ પાર રહ્યો, કલુષિત ભસ્મથી અખિલ કુંડ ભરાઈ ગયો.

અનલશિખા અહો ! ગગનગુંબજ ભેદી ગઈ, દશ દિશ ડોલતી, ઉછળતી ઉભરાઇ રહી; અવિરત ધૂમ્રની સતત છાંય છવાઈ રહી, વન, ગિરિ, વ્યોમ ને પૃથિવીમાં પથરાઈ રહી.

પણ નરમેધ આ, અહહ ' સંસૃતિભક્તજનો જગતવિઘાતકો ! તમ તણો નહિ પૂર્ણ થયો ! હજુ તમ અંતરો કઠિન, ક્રૂર ન તૃપ્ત થયાં, હજુ પણ દેવી એ ન પરિતુષ્ટ જણાય જરા.

અતિ ઉલટે ભર્યા કર વિષે કર૫ત્ર લઇ, ઘડી ઘડી ઘૂમતા કુમખમંડપ મધ્ય જઈ; મૃદુતર માનસો અવનવાં ઉરથી ગ્રહતા,

હણી હણી હેામતાં, અધમ મંત્ર મુખે ભણતા. <poem>

પ્રતિ પળ વર્ષતી ઉર થકી અનલાર્ચિ અરે ! શિર પર સંસૃતિ ખડી દીસે બલિકાજ ખરે ! ગહન ગુહા સમું વદન ઘોર વિકાસી રહી, કુલિશ-કૃપાણ–શી ચપળ જીભ ચલાવી રહી.

નિરખી શકાય ના અતિ ભયંકર દૃશ્ય ઘડી, દૃઢતર બંધથી જરી જવાય ન દૂર ખસી; કંઈ ઉર કેામળાં ધૃતિ ત્યજી ભયભીત રડે, પણ ધમસાણમાં ધૃતિપંથે નવ શબ્દ પડે.

કદી શ્રવણે પડે, પણ ધરે નહિ કોઈ દયા, રૂધિરથી રાચતાં સદૃય સ્વાન્ત ન હોય જરા; વિવિધ વિઘાતનાં ચિર પ્રસંગ-નિષેવણથી, કઠિન બની, ગયા પ્રણયને શુચિ પંથ ત્યજી.

સરલ સ્વભાવનાં અમલ અંતરને અડકી, પ્રણયભર્યાં વૃથા વચન વાર હજાર વદી, મધુર મુખે હસો. છળથી છેતરી, મુગ્ધ કરી, શરણ દઈ હણો અરર ! નિત્ય નૃશંસ બની !

હજુ પણ સંભ્રમે ચકિત શું બનીને નિરખે, નહિ નહિ હું હઠું, મુખ તણો બલિ આવી બન્યો! નહિ કશી પ્રાર્થના કુટિલ માનસ પાસ કરૂં.

અફળ જવા અરે ! હૃદયથી નહિ લેશ રડું <poem>

ગ્રહી કરપાત્ર આ ઘડી ઘડી શું ઉગામી રહો ? શિર પર છેદ કૈં કરી કરી ક્યમ દૂર ખસો ? અહીં તહીં આ પડ્યાં વિવિધશસ્ત્ર વિઘાત તણાં, પણ નહિ હું સજું શઠ પ્રીતિ શઠતા ગ્રહવા.

તમ સહવાસથી અધિકક રમ્ય દીસે મરવું, ખલજનસંગથી ઉચિત સંગતિશૂન્ય થવું; નથા શુણવા જરી તમ તણુ મુખમંત્ર હવે, શઠ ઉરને હજો મલિન મંત્ર મુબારક એ !

નહિં તમ આંગણે નિવસવું ઘડી એક ગમે, શત બળથી હણો હૃદયને કરી કોપ ભલે; દઈ બલિ, દેવીનું ક્ષુધિત અતર તૃપ્ત કરો, વિજય તણું ભલે ઉર વિષે અભિમાન ભરો !