લખાણ પર જાઓ

સ્રોતસ્વિની

વિકિસ્રોતમાંથી
સ્રોતસ્વિની
દામોદર બોટાદકર
વંદન →




સ્રોતસ્વિની



કર્તા
દામેાદર ખુશાલદાસ બેટાદકર




પ્રકાશક:

અમૃતલાલ વલ્લભદાસ દાણી
મહિલા વિદ્યાલય, ભાવનગર.




વિ. સં. ૧૯૮૫ ]
[ ઈ. સ. ૧૯૨૯
મૂલ્ય બાર આના





વડોદરા–ધી લુહાણામિત્ર સ્ટિમ પ્રિં. પ્રેસમાં ઠકકર અંબાલાલ
વિઠ્ઠલભાઇએ પ્રકાશક માટે છાપ્યું, તા. ૧-૫-૧૯૨૯


અર્પણ



(સ્રગ્ધરા.)

દૈવી કલ્લોલ કેટિ પ્રણયરસભર્યા
ઊછળી જ્યાં રહે છે,
ને શેરી ગર્જનાથી સકલ જગતને
સાન્ત્વના સદ્ય દે છે;
વેરે છે વિશ્વ માટે સુત્સદન તણાં
રાજતાં રત્ન મોંધાં,
અર્પું તે દિવ્ય गांधी હૃદય-ઉદધિને
સ્નેહ-स्रोतस्विनी અા

-0-


બીજી આવૃત્તિની પ્રસ્તાવના.

'સ્ત્રોતસ્વિની'ની પ્રથમ આવૃત્તિ છપાઇને પ્રસિદ્ધ થયાને આજકાલ દશકા વીતી ગયો. કવિના બીજા કાવ્યસંગ્રહો જેટલો આકર્ષક આ સંગ્રહ જનતાને નથી થઈ ૫ડ્યો, અને તેથીજ તેની પછી ત્રણ વર્ષે છપાયેલ, 'નિર્ઝરિણી' ની બીજી આવૃત્તિ સાથે આ સંગ્રહની બીજી આવૃત્તિ છપાઈ શકે છે. સ્વ. કવિના સધળાં કાવ્યોનો સાંગોપાંગ અભ્યાસ કરનાર કવિના એક પણ કાવ્યથી કે કાવ્યગ્રંથથી વંચિત ન રહેવો જોઈએ, એમ ધારીને આ સંગ્રહની પણ બીજી આવૃત્તિ છપાવવાની હામ ભીડી છે. કવિના અન્ય સંગ્રહોની તુલનાએ આ સંગ્રહનું સ્થાન કયાં ને કેવું ગણાય, એ પ્રશ્ન વાચકો ને સમાલોચકો પર છોડવો ઉચિત લાગે છે.

આજે દશ વર્ષે કવિનો આ દ્વિતીય સંગ્રહ પુનઃ છપાય છે, ને ગુર્જર વાચકેાને ચરણે ધરવામાં આવે છે, તેથી કવિના આત્માને ભારે સંતેાષ થશે, એમ કહેવાની તેમજ સ્વ.મિત્રનું આટલું કાર્ય કરતાં મ્હને થતો આત્મસંતોષ કહી બતાવવાની જરૂર નથી.

કવિના બધાજ સંગ્રહોને એકજ ઢબે ને એકજ કદના છપાવીને છેવટે છુટક તેમજ એક ગ્રંથ તરીકે વાચકોને સુલભ કરવાની દિશામાં આજે ત્રીજું પુસ્તક પૂરૂં થાય છે. હવે પછી 'નિર્ઝરિણી' અને 'શૈવલિની'- જેની પણ એક્કેય નકલ આજે ઉપલબ્ધ નથી, તે છપાશે.

મ્હારા આ કાર્યમાં તન, મન, ધનથી મને ખૂબ સાથ દઈ રહેલ શ્રીયુત જ. ના. વર્માને સાભાર સંભાર્યા વિના હું રહી શકતો નથી.

ભાવનગર
મહિલા વિદ્યાલય
તા. ૧૩-૪ - ૨૯
}
લે.
અમૃતલાલ વ. દાણી

પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના

અા કાવ્યસંગ્રહનું સામાન્ય તત્ત્વદર્શન તેના ઉપાદ્‌ઘાતમાં સાક્ષરશ્રી હિંમતલાલ ગણેશજી અંજારિયા એમ. એ. એલ.-એલ. બી. ( પ્રકાશક- 'કાવ્યમાધુર્ય' ઇત્યાદિ) એમણે કરાવ્યું છે એટલે મારે વિશેષ કહેવાનું રહેતું નથી. ખરૂં છે કે 'કલ્લોલિની' છ વર્ષે આ સંગ્રહ પ્રકટ થયો છે. શ્રીયુત અંજારિયાના કહેવા પ્રમાણે 'સંસાર જીવનની વિચિત્ર સ્થિતિ' જેમ કવિના આવિર્ભાવપર અસર કરી શકે છે, તેમ કાવ્યલેખકો પર પણ એાછાવત્તા પ્રમાણમાં તેની અસર થવી સંભવિત છે. સાંસારિક, માનસિક અને શારીરિક ઉપા- ધિઓ અને તજ્જન્ય સંતાપો જેમ કાવ્યપ્રવાહને શુષ્ક કરી નાખે છે તેમ એજ પ્રસંગેની તીવ્ર વ્યથાઓ અનેક વખત કાવ્ય દ્ધારા હૃદયરોદ- નનું પ્રાકટ્ય કરે છે. આવા ક્વચિત્ કવચિત્ ઉદ્‌ભવેલા ઉદ્‌ગારોનો આ સંગ્રહ છે, અને તેથીજ કાળની મર્યાદા એમાં વિચારણીય નથી.

આ સંગ્રહ પ્રકટ કરવા માટે અત્યારનો અસાધારણ મોંઘવારીનો સમય કોઈ રીતે અનુકૂળ નહોતો, તેથી સર્વ પ્રકારનું સ્વાસ્થ્ય થતાં સુધીનાં કાવ્યો એકત્ર કરવાને મેં વિચાર રાખ્યો હતો, પરંતુ કેટ- લાક સાહિત્યપ્રેમી મિત્રો અને મુખ્યત્વે કાવ્યસાહિત્યના ખાસ ઉપા સક અને મારા તરુણ સુહૃદ રા. અમૃતલાલ વલ્લભદાસ દાણી કે જેમની સાથેનો પ્રસંગપ્રાપ્ત વાગ્વિનોદ આમાંનાં કેટલાંક કાવ્યોનું પ્રેરકત્વ મેળવી શક્યો છે, તેમના અસાધારણ આગ્રહ, ઉત્સાહ અને પ્રયાસથી કાલનું કામ આજે થઈ શક્યું છે, અને અનેક કાવ્યેની નકલો કરી લેવાની ઘણા ઉત્સાહી મિત્રોની વિટંબણા દૂર થઈ છે, એ વસ્તુસ્થિતિ, તેમને આભાર પ્રદર્શિત કરવાને નહિ પણ વાસ્ત- વિક સત્ય વિદિત કરવાને અત્ર જણાવવી મને ઉચિત લાગે છે.

'કલ્લાલિની'ની પેઠે આ સંગ્રહમાં પણ છંદઃશાસ્ત્રપ્રતિપાદિત વૃત્તોનો જ વિશેષતઃ ઉપયોગ થયેલો જોવામાં આવશે. છંદોની લોકપ્રિય- તાની તે કોઈથી ના કહી શકાય એમ નથી. સંગીતના અનેકવિધ નવનવીન મનેાહર રાગો અમુક કાળે રૂપાંતર સ્વીકારતાં જણાય છે, શાસ્ત્રસિદ્ધ મુખ્ય રાગોના એ અનેકવિધ બાળકો કાળાંતરે જીર્ણ કે નષ્ટ થઈ જાય છે, અને નવાં ઉદ્ભવતાં જાય છે, ત્યારે દેવબાળક સમાં આ વૃત્તો હજારો વર્ષથી એવું ને એવું જ અવિકૃત સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે, એટલું જ નહિ પણ ભિન્નભિન્ન પ્રાકૃત ભાષામાં ઉતરવાથી તેનું સૌંદર્ય વધારે ને વધારે ખીલતું રહ્યું છે. તદુપરાંત એ પણ કાવ્યદેવીના ઉપાસકોને સમજાવવું પડે એમ નથી કે કાવ્ય હંમેશા સ્વેચ્છાનુકુળ વૃત્તને સાથે લઈનેજ ઉદ્ભવે છે એટલે એ સંબંધમાં લેખક અસ્વતંત્ર પણ છે. એથી પણ કાવ્ય કે તેના સંગ્રહમાં વૃત્ત કે રાગના પ્રશ્નનને અવકાશ રહેતો નથી.

ઉપોદ્ઘાતના વિદ્વાન લેખકના અભિપ્રાય અને તેમની ખાસ સૂચનાને માન આપી કઠિન શબ્દોને વિસ્તૃત કેાશ અંતમાં આપવામાં આવ્યો છે. સામાન્ય વાચક બંધુઓને સઘળાં કાવ્યો સમજવામાં તે સહાયભૂત થશે તો તે માટેને શ્રમ સફળ થયો ગણાશે.

અંતમાં સદ્વિધાને વિવિધ પ્રકારે ઉત્તેજન આપનાર ભાવનગરવાસી સ્વ. માધવલાલ છોટમલાલ અને અન્ય સાહિત્યવિલાસી સદ્‌ગૃહસ્થો, જેમણે આ પ્રવૃત્તિમાં યોગ્ય સહાય આપી છે, તેમને આભાર અત્ર પ્રદર્શિત કરવા ઉચિત ધારૂં છું.

બેટાદ
તા ૧૫-૯-૧૮.
}
દામોદર ખુશાલદાસ બેટાદકર.

ઉપોદ્ઘાત

રા. બેટાદકરનાં કાવ્યોને એક સંમહ 'કલ્લોલિની' ઈ. સ. ૧૯૧ર માં પ્રગટ થયા પછી છ સાત વર્ષે આ બીજો સંગ્રહ તૈયાર થઈ શક્યો છે. ગુજરાતમાં જેને સર્વ રીતે કવિ કહી શકાય તેવા લેખક નર્મદાશંકર, દલપતરામ પછી થોડાજ થયા છે. બધા કાવ્ય લખનારાઓ શોખ અને વિનોદ ખાતર, બીજી પ્રવૃત્તિઓમાંથી વખત મેળવીનેજ લખતા માલમ પડે છે. કાવ્ય લખાણ પ્રવૃત્તિમાં મુખ્ય સ્થાન પામ્યું હોય એવા લખનારા ઘણા થોડા છે, પ્રભુની કૃપા એાછી ઊતરી છે એમ તે કહી શકાય તેવું નથી. પરંતુ સંસાર- જીવનની વિચિત્ર સ્થિતિને લઈને કવિ અવતરવાને હજી વખત હશે એમ લાગે છે. તો પણ કાવ્યસંગ્રહો અવારનવાર બહાર પડ્યા કરે છે એ ખુશી થવા જેવું છે. રા. બેટાદકર ગુજરાતના વાચકવર્ગની આગળ જે કાવ્યો રજુ કરે છે તેથી ખુશી થવાને એક પ્રસંગ વધે છે.

રા. બેટાદકર બાહ્ય જગતને મોહ પમાડે એવી પદવી ! એવું ધન ભોગવતા નથી. સાધારણ ગુજરાતી શિક્ષક તરીકે જીંદગી શરૂ કરી, સંસ્કૃતના અભ્યાસ અને વાચનથી સંસ્કાર પામી, મુંબ ઇનાં થોડાં વર્ષોના જીવનમાં જુદા જુદા અનુભવોથી ઘડાઈ, 'ચંદ્ર' જેવા માસિકનું અનુમોદન મેળવી કવિતા લખવા લાગ્યા. તેમના લખાણમાં સામાન્ય પ્રસંગથી હૃદયના ભાવોમાં જે નૃત્ય થઈ રહે, અને તે ભાવો જે ઘરગથ્થુ અને સંસારી વિચારે પ્રસાદયુક્ત મગજને સુઝાડે તે નૃત્ય અને તે વિચારો એવી મનોગમ અને સુંદર ભાષામાં અવતાર પામે છે કે તે વાંચતા વાંચતાં ખરી કવિતા વાંચતા

હોઈએ એવો આનંદ અનુભવાય છે. 'દીપાત્યય', 'પુત્રીપ્રયાણ', 'ધેનુ', સ્થિત્યન્તર', ' દ્રુહિતા', 'પિયર' આદિ કાવ્ય સંસાર- જીવનની ક્ષણો કેવી વિચારમય અને સંસ્કારમય બતાવી શકે તેવાં છે ?

'કદલી ', 'શરચ્ચંદ્ર', 'ઉલૂક', 'ધરિત્રી', 'ક્ષારાબ્ધિ' નાં જેવાં કાવ્યો સુષ્ટિદર્શનદ્વારા કેવો બોધ આપી પ્રભુકૃતિનાં દર્શન કેવા ભાવથી કરવાં એ શીખવી શકે તેવાં છે, અને 'વિપત્', 'અન્વેષણ', 'નરમેધ', 'યોગભ્રંશ', 'અનવસર', 'સ્ખલન' જેવાં કાવ્યો લેખકના હૃદયનાં અમુક પ્રસંગનાં ચિત્રો બહુ સ્પષ્ટ- તાથી પાડી તે હૃદય સાથે અનુકંપા આકર્ષવામાં બહુ સફળ થઈ કાવ્યવાચનથી મળવો જોઈતો બોધ અને આનંદ એક સાથે આપી શકે છે.

રા. બેટાદકરનાં કાવ્યો બધાં વિચારનું જ પ્રાધાન્ય સ્વીકારે છે. તે વિચારો તત્ત્વજ્ઞાનના કે ઉંચી કલ્પનાથી ઉદ્‌ભવેલા માત્ર વિદ્ધાનો- નેજ સમજી શકાય તેવા નહિ, પણ સંસારમાં જીવન ગાળનાર, સાધારણ શક્તિવાળા અને સામાન્ય અભ્યાસવાળા વાચકો શબ્દ- જ્ઞાનની મદદથી સહેજે સમજી શકે તેવા હેવાને લીધે તે કાવ્યોની લોકપ્રિયતાનું ક્ષેત્ર વિશાળ થવાની સંપૂર્ણ આશા રાખી શકાય છે.

શૈલી સરલ અને સુગમ હેાવા છતાં સંસ્કૃત શબ્દોના સારા મસાલાથી ભભકદાર બને છે, તેમ સાથે સામાન્ય વાચકને જરા મુશ્કેલ પણ પડે તેવી છે. છંદો બધા શુદ્ધ અને સંવાદપૂર્ખ, લીસી નીચી નમતી જગામાં પાણીને રેલે જેવી સરલતાથી વહી જાય તેવી સુગમ્ય, સુપ્રવાહી હોવાને લીધે આ બધાં કાવ્યો એક કે બીજા

વાચકને બોધપ્રદ, આનંદપ્રદ, અને પ્રિય થઈ પડશે એમા કશી શંકા, રહેતી નથી.

'અતૃપ્તિ', 'કર્ત્તવ્ય', 'કસ્તૂરીમૃગને ' નાં જેવાં કાવ્યો, જે સરલતાથી અને સચોટતાથી ઉંચા કાવ્યત્વનો અાસ્વાદ આપી રહ્યાં છે, તે પ્રભુની બક્ષીસ વગરના લેખો ભાગ્યેજ મેળવી શકે છે, એમ સર્વ વાચકો અનુભવી શકશે.

આવાં કાવ્યોને આ સંગ્રહ વાચકોની પ્રિયતાને પામે અને રા. બેટાદકરને એવે સત્કાર મળો કે તેઓ કાવ્યલખાણને પોતાના જીવનનું એક મુખ્ય કર્તવ્ય ગણી શકે, એવી પ્રાર્થના છે,

તા. ૨૩-૮-૧૮
સાન્તાક્રુઝ
}
હિંમતલાલ ગણેશજી અંજારિયા



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.