સ્રોતસ્વિની/વિસ્મૃતિ

વિકિસ્રોતમાંથી
← આશા સ્રોતસ્વિની
વિસ્મૃતિ
દામોદર બોટાદકર
કર્તવ્ય →


<poem>

વિસ્મૃતિ

( વસન્તતિલકા )

"સંગીતના શ્રવણ કારણ કાર્ય છોડી, "આવે અહીં નગરના જન કૈંક દોડી. "એમાંથી કેાણ રસપાત્ર રસજ્ઞ પૂરા ? "ને કોણ માત્ર ગણી કૌતુક રાચનારા ?

મુશ્કેલ પ્રશ્નન નૃપનો શુણી મુખ્ય મંત્રી, આભો બન્યો, કંઈ રહ્યો ઉરમાં વિમાસી. રે ! ક્ષીર નીર કરી ભિન્ન બતાવવાનું, ના હંસને કઠિન કાંઈ દીસે પરંતુ.

* * * * * ( મન્દાક્રાન્તા )

રાત્રિ કેરો પ્રહર હજુ ના એક પૂરો થયેલો, ના સૃષ્ટિમાં તિમિર-પડદો પૂર્ણતાથી પડેલો; વાદિત્રોના નૃપસદનમાં કૈં સ્વરો સંભળાતા, તે આલાપો અટકી અટકી ઉઠતા કૈં કુહૂ શા.

આવી ઉભા કંઈક મનુજો બેસતા સ્થાન શેધી,

ઉંચા નીચા પળ પળ થતા ઉગ્ર અૌત્સૂકય સેવી;
<poem>

ને રામાએ લલિત રવથી સંગીતારંભ કીધો, ફેંકી દૃષ્ટિ મનુજગણુને સંભ્રમે જોઈ લીધો.

"શ્રોતામાંથી શિર સમય આ કોઈનું કંપશે જો, "ખડ્ગાઘાતે ધડ ઉપરથી તુત જુદું થશે તો;" એવી આજ્ઞા અવનીપતિની, મંત્રીએ સંભળાવી, ઉભા રાખ્યા સ્થળ સકળમાં ઘાતકો અસ્ત્ર આપી.

( વસંતતિલકા )

સંગીતનો પ્રણયપૂર્ણ પ્રવાહ ચાલ્યો, ને રેલવા રસિક ચિત્ત અનેક લાગ્યોઃ થંભી ગયું જગત કેવળ શાંતિ સેવી, લીધા શું યોગબલથી જન પ્રાણ ખેંચી ?

( મન્દાક્રાન્તા )

ધીમે ધીમે ક્રમ પકડતું ગાઢ સંગીત જામ્યું, એ આવેશે કંઈક ઉરનું ભાન ભૂલાવી દીધું; આવ્યો આવ્યો સમય 'લય' નો તાલ લેતો તરંગે, ધૂણી ઉઠ્યાં શિર ઉછળતાં પાંચ કે સાત સંગે.

કીધા ઉભા નૃપ નિકટમાં એમને હસ્ત ઝાલી,

ને સંબોધી ચકિત નૃપને મંત્રી બેલ્યો વિચારી;
<poem>

"રાજન્ ! એ છે રસિક હૃદયો, ગીતના એજ જ્ઞાતા, "ઝીલ્યાં એણે ઝરણ રસનાં, મૃત્યુને લાત દેતાં

( વસંતતિલકા )

"આદેશનું સ્મરણ એ ઉરમાં રહે ના, "સામીપ્ય એ મરણનું સમજી શકે ના; "જે સ્વાન્તમાં રસ-ધુની અનિવાર્ય વ્હેતી, "ને દિવ્ય ભાવ-બળથી ઉછળી રહેતી.

( મન્દાક્રાન્તા )

"મૃત્યુનું કે જગત પરનાં કાંઈ કર્ત્તવ્ય કેરૂં. "વારે વારે સ્મરણ વિલસે કાર્ય એ તો મતિનું; "એ બુદ્ધિ તો રસ–જલધિમાં છેક ડૂબી ગયેલી, "ને ચેપાસે અતિ ઉલટતી રેલ વીંટી વળેલી.

"દૂરે દૂરે હૃદય–તલથી ભાન ભૂલી ગયેલી, "ના જોવા કે સ્મરણ કરવા શકિ , એને રહેલીઃ "વીસારે છે વિવશ હૃદયો દેહ-સંબંધ જયારે, "મૃત્યુ કેરા સ્વર નવ કરે સર્વથા સ્પર્શી ત્યારે.

( વસંતતિલકા. ) "સંસારના સકળ તાપ સમાવનારો,

"ને વૈરના દૃશદને પણ ગાળનારા;
<poem>

"જ્યાં સ્નેહસાગર ઉરે ઉછળી રહે છે, "ત્યાં મૃત્યુનો ભય રહી પળ શું શકે છે ?

( શાર્દૂલવિક્રીડિત )

"જ્યાં છે જાગતી ચેતના હૃદયને કર્ત્તવ્યમાં પ્રેરતી, "વારંવાર વિવેક, સાવધપણું ને ભેદ દર્શાવતી; "ત્યાં મૃત્યુ સહજ સ્વરૂ૫ પ્રકટી નિત્યે ડરાવ્યાં કરે, "ભૂડાં ભૂત અનેક એ હૃદયને રોકી રડાવ્યાં કરે,

( મન્દાક્રાન્તા )

"કિંતુ એને નિજ બળ થકી પ્રેમ જો દે દબાવી, "ને દ્વારે સૈ પિહિત કરીને રૂધશે માર્ગ રોકી; "તે એ ચાળા સકળ વીસરી સ્તબ્ધ બેસે બિચારી, "ભેદાભાવે પ્રયણ વિલસે એકલે વિશ્વવ્યાપી.

( શાર્દૂલવિક્રીડિત )

"ખેલે કૈંક નિશાચરો તિમિરને ઉભા રહી આશ્રયે, "દેખી દિવ્ય દિનેશને ભયભર્યા સંતાઇ સર્વે જશે; "ઉગે સ્નેહ તણે સુરમ્ય સવિતા ને તેજ વર્ષી રહે, "ત્યાં સૌ સંસુતિના ભ્રમો હૃદયને છેડીસિધાવી જશે.

(વસંતતિલકા )

"જ્યાં આંતરે જગત વ્યક્ત જરા ન થાય,

"ને જ્યાં અંહત્વ ઉરથી વીસરી જવાય;
<poem>

"હું 'કારના હરિણને હણતે શિકારી, "ત્યાં કાળ શું કરી શકે શર લક્ષ સાંધી?

( શાર્દૂલવિક્રીડિત )

"જે બુદ્ધિબલ્‌યુકત માનવ કદી કૈં ભૂલ ન્હાની કરે, "તોએ તે અપરાધ સંસૃતિ વિષે ક્ષન્તવ્ય કે ના ગણે; "કિંતુ અર્ભક, મૂઢ કે વિકળતે સ્હેજે ક્ષમા પામશે, "છો એ દોષ સહસ્રથી જગતની મર્યાદ છોડી જશે.

( અનુષ્ટુપ્ )

"ભિન્ન એ સ્વાન્ત બુદ્ધિથી, ભિન્ન એ પ્રેમ વિશ્વથી "બ્હાવરા બાળના જેવા એ ભાસે વિશ્વનેત્રથી; "વ્યોમનાં વિહંગો એ તો, વિશ્વમાં વપુથી વસે, "પ્રાણ પીયૂષથી પોષે ઉડતાં, ડોલતાં ફરે.

( શાર્દૂલવિક્રીડિત )

"સિંધુ કેરી સપાટી ઉપર વસે રે ! માનવો જ્યાં સુધી, "કાપી તોય–તરંગને તરી જવા ઈચ્છા કરે ત્યાં સુધી; "ડૂબી જાય પરંતુ એ અવનવા ઉલ્લેાલ અંગે સહી, "ત્યારે કૈં તરવા તણી ઉર વિષે ઇચ્છા શકે ના રહી.

( મન્દાક્રાન્તા )

“મૃત્યુ કેરી સહજ સ્મૃતિથી વિશ્વ કંપ્યા કરે છે, "તે નિદ્રાનું શરણ મળતાં સર્વતઃ શાંત રે' છે; <poem> "ગાઢી નિદ્રા પ્રણય પ્રકટે ભાન ભૂલાવી દેતી, "એને અંકે મરણ-ભય કે સૃષ્ટિને સંગ કયાંથી ?

"બેઠેલા આ જડ સમ બધા માત્ર બુદ્ધિ જગાડી, "ને ચોપાસે નજર કરતા રાચતા દૃશ્ય દેખી; "ગાયન્તીની વદન-સુષમા નેત્રથી જોઈ રે'તા, "ને વાણીની કંઇ મધુરતા માત્રથી મોહી રે'તા.

"એની દૃષ્ટિ શિર લટકતા ખડ્‌ગ દેખી શકે છે, "ને મૃત્યુની સ્મૃતિ પળ પળે સ્વાન્ત સેવી શકે છે; "સૂકાં હૈયાં દૃશદ સરખાં સ્તબ્ધ રે'તાં સદાય, "સ્પર્શી એને રસ-લહરિઓ હારીને દૂર જાય."