સ્રોતસ્વિની/સ્વાગત
Appearance
સ્રોતસ્વિની સ્વાગત દામોદર બોટાદકર |
માતૃભૂમિ → |
<poem>
( ૨ ) સ્વાગત ( માઢ ) ( 'ગુણવન્તી ગુજરાત' - એ ઢબ. )
વિભુનાં વ્હાલાં બાળ ! પધારો, વિભુનાં વ્હાલાં બાળ ! માનસવાસી મરાલ ! પધારો, વિભુનાં વ્હાલાં બાળ !
અવિરત ને અનિવાર્ય ઉમળકે ઉરસાગર ઉભરાય, વાણીની ક્ષુલ્લક અંજલિમાં એ નહિ સલિલ સમાય. પધારો
સ્વાગતનાં સૂકાં સંબોધન ઉદ્ભવીને ઉડી જાય, દિવ્ય હૃદયનું પ્રાકૃત સ્વાગત કરતાં હૃદય લજાય. પધારો
હર્ષ તણે હિંદોલ ચડેલું ઉર આંદોલિત થાય, સંસ્કૃતિનાં વિનયાદિક વરવા સ્વાસ્થ્ય ગ્રહી ન શકાય. પધારો
રંક અમારાં હૃદય મરૂસ્થળ, નંદન આપ નિવાસ, સ્વાત્મસુધાસ્વાદનથી લેજો આદરને ઉલ્લાસ. પધારો
સ્નેહસલિલથી સિક્ત હૃદયનાં અશ્રુ તણો ઉપહાર, ઉડાં અંતરનું આલિંગન અન્ય નથી અધિકાર. પધારો
'ગૃહપતિ' ને 'અતિથિ'ને ભેદક ભૂલે અંતર ભાવ, એજ અમર અતિથિના ઉરનો લઈએ રસભર લ્હાવ. પધારો