સ્રોતસ્વિની/સ્ખલન

વિકિસ્રોતમાંથી
← યોગભ્રંશ સ્રોતસ્વિની
સ્ખલન
દામોદર બોટાદકર
અતૃપ્તિ →


<poem>

અનંત રસ વર્ષતો લલિત રાસ જામ્યો હતો, અને પ્રણયવારિધિ તટ વટાવી વાધ્યો જતો, પ્રપંચ પળ વીસરી શ્રમિત વિશ્વ સૂતું હતું, અપૂર્વ ઉદધિ તણા ઉદર માંહિ ડુબ્યું હતું.

સુધા સતત સિંચતી હૃદયરમ્ય રાસેશ્વરી, લસત્પ્રણયપુત્તલી રમતી રાસ રંગે ભરી; કલ સ્વરથી જતી મધુર ગીત ગાતી હતી, અને નવલ નર્તને ઉચિત તાલ દેતી હતી.

અવધર્ય સુર-ગાન એ રહી સમીપ હું ઝીલતો, પ્રતિ સ્વર૫દક્ષરે થઈ વિલીન રાચી રહ્યો; હિમાંશુ પણ હીંડતો ગગન મધ્ય થંભ્યેા હતો, બની વિવશ બ્હાવરો કુતુક દિવ્ય જોતો હતો.

સુમંદ ઉર-વીચિએ અનિલ શાંત વાતો હતો, અને અમરગીત એ હૃદય રાખી ગાતો હતો; પ્રશાંત વન-પાદપો, વિહગ શાંત સર્વે હતાં,

પ્રશાંત નભ-તારલા. અમર શાંત ઉચે હતા
<poem>

પરંતુ પલમાત્રમાં ગઈ ! અચિંત્ય ઉડી ગઈ ! ગઈ વિહગવાહની ! અમરપંથ ભેદી ગઈ ! અને હૃદય અાકળું ઝબક પામી જાગી ગયું, ન રાસ, ન રસેશ્વરી. અહહ ! શૂન્ય સર્વે થયું !

અયિ ! હૃદયરંજની ! નવ પ્રભાભરી ભારતી ! અયિ ! પ્રણયવર્ધિણી ! રસતરંગિણી ક્યાં ગઈ? ન દોષ લવ મેં કર્યો, નહિ પ્રમાદ ક્યારે થયો, સુરમ્ય તુજ ગીતડું સતત ઝીલતો હું રહ્યો.

અનાદર ન અંતરે, ન ઉર–ભાવ એાછો થયો, ત્યજી શરણ સર્વથા ઈતર માર્ગમાં ના ગયો; ખરો ! ક્ષિતિજ ઉપરે કમલ-કન્યકા કોઢતી, નિનાદ કંઈ કંકણે નવલ નૂપુરે નાખતી.

પડ્યો શ્રવણું એ ધ્વનિ, ઉર લગીર ઉંચું થયું. અને નયન કૈં ફર્યાં નિમિષમાત્ર એ તો રહ્યું; અરે ! સ્ખલન એટલું હૃદય ના શકી તું સહી? ત્યજી પ્રણય પૂર્વનો, સુખ સમગ્ર લૂટી ગઈ !

ભર્યો પ્રણયવારિધિ સકળ શુષ્ક ભાસે થયો, થયું જગત જાગતું, પ્રખર શબ્દ કાને પડ્યો; વિરૂપ ભય-ભૂતડાં નિકટ હાય ! આવી હસે !

ગ્રહે હૃદય કારમું, કંઈ વિચિત્ર ચેષ્ટા કરે.
<poem>

હિમાંશુ પણ આ હસે, વિહગ વ્યંગ કૈં કૈં વદે, અને અનિલ અાકરો રજ ઉડાડતો ના રહે; રડે હૃદય રાંકડું બની અધીર ને એકલું, ગયું શરણુ શોધતું ગગન–માર્ગમાં ગીતડું.